14 વર્ષના બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ઈંગ્લેન્ડની ધરતી પર ધૂમ મચાવી રહ્યો છે. યુવા વનડે સિરીઝમાં બેટથી મોટો પ્રભાવ પાડ્યા બાદ વૈભવ ટેસ્ટમાં પણ પોતાની બેટિંગ કુશળતા બતાવી રહ્યો છે. વૈભવ સૂર્યવંશી ટેસ્ટમાં T20 સ્ટાઈલમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો.


વૈભવ સૂર્યવંશીએ શાનદાર બેટિંગ કરી અને માત્ર 44 બોલમાં 56 રનની ઝડપી ઈનિંગ રમી. આ ઇનિંગ દરમિયાન વૈભવે 9 વખત બોલને બાઉન્ડ્રી લાઈનની પાર ફટકાર્યો. તેના બેટમાંથી એક સિક્સર પણ નીકળી.

વૈભવ સૂર્યવંશીએ કરી શાનદાર બેટિંગ

યુવા વનડે સિરીઝમાં બેટથી ધમાલ મચાવ્યા બાદ વૈભવ સૂર્યવંશી ટેસ્ટ ક્રિકેટમાં પણ ધૂમ મચાવી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પહેલી યુવા ટેસ્ટ મેચમાં 14 વર્ષના બેટ્સમેને ધમાકેદાર બેટિંગથી ખૂબ ધૂમ મચાવી. વૈભવે 44 બોલમાં 56 રનની જોરદાર ઈનિંગ રમી હતી. 56 રનની તેની ઈનિંગમાં તેને ફક્ત ચોગ્ગા અને છગ્ગાથી 42 રન બનાવ્યા હતા.

ટેસ્ટમાં વૈભવનો સ્ટ્રાઈક રેટ 127 હતો. પરંતુ તે પોતાની ફિફ્ટીને સદીમાં ફેરવી શક્યો ન હતો. પહેલી વિકેટ માટે વૈભવે કેપ્ટન આયુષ મ્હાત્રે સાથે મળીને 77 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશીપ કરી હતી. પરંતુ પહેલી ઈનિંગમાં વૈભવ બેટથી કંઈ ખાસ બતાવી શક્યો ન હતો અને માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો.

ODI સિરીઝમાં પણ મચાવી ધૂમ

યુવા વનડે સિરીઝમાં વૈભવ સૂર્યવંશીનું બેટ પણ જોરદાર બોલ્યું. 14 વર્ષના આ બેટ્સમેને 5 મેચમાં 71 ની પ્રભાવશાળી એવરેજ અને 174ના સ્ટ્રાઈક રેટથી 355 રન બનાવ્યા. આ દરમિયાન તેને એક સદી અને એક અડધી સદી ફટકારી. ચોથી વનડેમાં વૈભવે 78 બોલમાં 143 રનની શાનદાર ઈનિંગ રમી. અંડર-19માં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ તેના નામે છે. 143 રનની ઈનિંગમાં વૈભવે 3 ચોગ્ગા અને 10 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા.


  • Follow us on: