ભારતીય મેન્સ અને મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓ લોર્ડ્સ ટેસ્ટ મેચ પછી ઈંગ્લેન્ડના રાજા કિંગ ચાર્લ્સ IIIને મળ્યા. બંને ટીમ સેન્ટ જેમ્સ પેલેસ ખાતે પ્રિન્સ ચાર્લ્સ સાથે મળ્યા.


ભારત હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે જ્યાં 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડ હાલમાં આ સિરીઝમાં 2-1થી આગળ છે. લોર્ડ્સ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે 22 રનથી જીત મેળવી.

પ્રિન્સ ચાર્લ્સ સાથેની આ ખાસ મુલાકાતમાં કેપ્ટન શુભમન ગિલ, વાઈસ કેપ્ટન રિષભ પંત, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ હાજર હતા. ટીમ સેન્ટ જેમ્સ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સ III ને મળી હતી. આ દરમિયાન બીસીસીઆઈના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લા પણ ત્યાં હાજર હતા. આ મુલાકાત પછી, કિંગ ચાર્લ્સે બધા ખેલાડીઓ સાથે ફોટો સેશન પણ કર્યું.


શુભમન ગિલે કિંગ ચાર્લ્સ સાથેની મુલાકાત વિશે શું કહ્યું?

કિંગ ચાર્લ્સને મળ્યા પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ખૂબ ખુશ જોવા મળ્યા હતા. તેને કિંગ ચાર્લ્સ સાથે શું વાત કરી તે જણાવ્યું. કેપ્ટન ગિલે કહ્યું કે કિંગ ચાર્લ્સ IIIએ અમને ફોન કર્યો તે અમારા માટે સન્માનની વાત છે. શુભમન ગિલે વધુમાં કહ્યું કે કિંગ ચાર્લ્સે અમને કહ્યું કે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં અમારો છેલ્લો બેટ્સમેન જે રીતે આઉટ થયો તે દુર્ભાગ્યપૂર્ણ હતું. અમે એમ પણ કહ્યું કે તે મેચ અમારા નસીબની બહાર હતી, પરંતુ આગામી મેચોમાં અમને આશા છે કે નસીબ અમને સાથ આપશે.


કિંગ્સ ચાર્લ્સને મળ્યા બાદ ખૂબ જ ખુશ છે હરમનપ્રીત કૌર

ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે કિંગ ચાર્લ્સને મળવાનો અનુભવ ખાસ રહ્યો. આ અમારી તેની પહેલી મુલાકાત હતી અને ખૂબ જ ફ્રેન્ડલી નેચર છે. તેમને આગળ કહ્યું કે અમે સારું ક્રિકેટ રમી રહ્યા છે અને અમને સાબિત કરવા ઘણી તક મળી રહી છે.


કિંગ ચાર્લ્સને રાજીવ શુક્લા પણ મળ્યા

BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું કે તે ખૂબ જ ઐતિહાસિક ક્ષણ હતી જ્યારે કિંગ ચાર્લ્સે ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓને મળવા આમંત્રણ આપ્યું હતું. ખેલાડીઓ તેમને મળ્યા પછી ખૂબ જ ખુશ છે. કિંગે મને મારા દ્વારા આપવામાં આવેલા પુસ્તક વિશે પણ પૂછ્યું. તેમને મને ભારતીય ક્રિકેટર આકાશદીપની બહેનના સ્વાસ્થ્ય વિશે પણ પૂછ્યું. આકાશદીપની બહેન હાલમાં કેન્સર સામે લડી રહી છે.


  • Follow us on: