ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડ હાલમાં સિરીઝમાં 2-1થી આગળ છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જે બાદ ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડીએ કેપ્ટન શુભમન ગિલને વિરાટ જેવા ન બનવાની ચેતવણી આપી છે. છેલ્લી મેચમાં શુભમન ગિલ ઈંગ્લેન્ડના જેક ક્રોલી પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો.


સંજય માંજરેકરે ગિલને આપી ચેતવણી

લોર્ડ્સ ટેસ્ટમાં ફિલ્ડિંગ દરમિયાન કેપ્ટન શુભમન ગિલનું આક્રમક વલણ જોવા મળ્યું હતું, જેના કારણે તે ઈંગ્લેન્ડના એક ખેલાડી સાથે પણ ઝઘડ્યો હતો. જેને લઈને સંજય માંજરેકરે કહ્યું કે "વિરાટ કોહલીને સામેના ખેલાડીઓ સાથે ઝઘડો કરવો કે અગ્રેશન બતાવવું ગમતું હતું, જેની અસર પછી તેની બેટિંગમાં જોવા મળતી હતી અને તે રન બનાવતો હતો.

જો કોહલી લોર્ડ્સમાં આ સ્થિતિમાં હોત, તો તેને બેટિંગ કરતી વખતે બીજી ઈનિંગમાં ચોક્કસપણે સદી ફટકારી હોત, પરંતુ ગિલ તેનાથી બિલકુલ વિપરીત જોવા મળ્યો હતો. ગિલે આવી ઈમેજથી પ્રેરિત થઈને બ્રાન્ડ બનવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તે તેને શોભતું નથી."


બીજી ઈનિંગમાં શુભમન ગિલ ફ્લોપ સાબિત થયો અને માત્ર 6 રન બનાવીને આઉટ થયો. અત્યાર સુધી ગિલે આ સિરીઝમાં 600 થી વધુ રન બનાવ્યા છે. જેના કારણે તેને ભૂતપૂર્વ અનુભવી રાહુલ દ્રવિડનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. તેમના નામે ઈંગ્લેન્ડમાં એક સિરીઝમાં 600 રન બનાવવાનો રેકોર્ડ હતો.

સિરીઝમાં શુભમન ગિલનું શાનદાર પ્રદર્શન

આસિરીઝમાં શુભમન ગિલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેને પહેલી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ પછી ગિલે બીજી મેચની પહેલી ઈનિંગમાં 269 રન ફટકારીને બેવડી સદી અને બીજી ઈનિંગમાં 161 રન બનાવ્યા હતા. પરંતુ ત્રીજી મેચમાં તેનું પ્રદર્શન ખાસ ન હતું. હવે ચોથી મેચમાં ફેન્સ ફરી એકવાર ગિલ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે. હવે સિરીઝની ચોથી મેચ 23 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન માન્ચેસ્ટરમાં રમાશે.

  • Follow us on: