ભારતીય ટીમે લીડ્સ ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી 2 વિકેટ ગુમાવીને 90 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયાની કુલ લીડ 96 રનની થઈ ગઈ છે. ત્રીજા દિવસે મેચ પૂરી થાય ત્યાં સુધી કેએલ રાહુલ 47 રન બનાવીને રમી રહ્યો છે અને તેની સાથે ક્રિઝ પર કેપ્ટન શુભમન ગિલ હાજર છે. સાઈ સુદર્શન બેટિંગમાં સારું પ્રદર્શન કરી રહ્યો હતો, પરંતુ બેન સ્ટોક્સની માઈન્ડ ગેમ સામે તેની સમજદારી નિષ્ફળ ગઈ અને 30 રન બનાવીને તે આઉટ થયો.


ત્રીજા દિવસે ઈંગ્લેન્ડે 209/3ના સ્કોરથી પોતાની ઈનિંગની શરુઆત કરી હતી. દિવસની શરુઆતની થોડી જ ઓવરો પછી પ્રસિદ્ધ કૃષ્ણાએ ઓલી પોપને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ઓલી પોપે 106 રન બનાવ્યા. કેપ્ટન બેન સ્ટોક્સ કંઈ ખાસ કરી શક્યો નહીં અને માત્ર 20 રન બનાવીને જ આઉટ થયો, પરંતુ હેરી બ્રુકના ભારતીય ખેલાડીએ 2 વાર કેચ છોડ્યો અને તેનો તેને ફાયદો ઉઠાવીને 99 રન બનાવ્યા. હેરી બ્રુક તેના ટેસ્ટ કરિયરની 9મી સદી પૂરી કરે તે પહેલા પ્રસિદ્ધ કૃષ્ણાએ તેને આઉટ કર્યો અને તેનો કેચ શાર્દુલ ઠાકુરે પકડ્યો.

ઈંગ્લેન્ડના મિડલ ઓર્ડરની શાનદાર બેટિંગ

એક સમયે ઈંગ્લેન્ડ માટે 400 રનનો આંકડો પાર કરવો મુશ્કેલ લાગી રહ્યો હતો, પરંતુ લોઅર મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતાં જેમી સ્મિથે 40 રન અને ક્રિસ વોક્સે 68 રનની ઈનિંગ રમી અને ઈંગ્લેન્ડને 465 રનના સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી.


ટીમ ઈન્ડિયા માટે સૌથી સફળ બોલર જસપ્રીત બુમરાહ રહ્યો, જેને કુલ 5 વિકેટ લીધી. પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ તેને સાથ આપ્યો અને તેને 3 વિકેટ લીધી. મોહમ્મદ સિરાજ વધુ પ્રભાવિત કરી શક્યો નહીં, પરંતુ અંતમાં તે 2 વિકેટ લેવામાં સફળ રહ્યો. આ રીતે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 465ના સ્કોર પર ઓલઆઉટ કરી અને સામાન્ય 6 રનની લીડ મેળવી.

ભારતની ઈંગ્લેન્ડ સામે 96 રનની લીડ

6 રનની સામાન્ય લીડ સાથે બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરુઆત ખરાબ રહી, કારણ કે પહેલી ઈનિંગમાં સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો. કેએલ રાહુલ અને સાઈ સુદર્શન વચ્ચે 66 રનની પાર્ટનરશિપ થઈ. બેન સ્ટોક્સની માઈન્ડ ગેમ સામે યુવા બેટ્સમેન સાઈ સુદર્શનની ટેકનિક નિષ્ફળ ગઈ અને તેને ગ્રાઉન્ડ શોટ મારવાના પ્રયાસમાં કેચ આપ્યો. તે 30 રન બનાવીને આઉટ થયો. કેએલ રાહુલ 47 રન બનાવીને અણનમ છે.

  • Follow us on: