લીડ્સના મેદાન પર રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની પહેલી મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઈંગ્લેન્ડ ટીમના ખેલાડી હેરી બ્રુક વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી.


ભારતીય ટીમ આ મેચમાં પોતાની પહેલી ઈનિંગમાં 471 રન બનાવવામાં સફળ રહી. આ મેચમાં ઈંગ્લેન્ડ ટીમ પોતાની પહેલી ઈનિંગમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કરતી જોવા મળી. ત્રીજા દિવસની રમતના બીજા સેશનમાં જ્યારે હેરી બ્રુક ઝડપથી રન બનાવી રહ્યો હતો, ત્યારે તે સિરાજના બોલ પર શોટ રમવાનું ચૂકી ગયો, ત્યારબાદ બંને વચ્ચે થોડી બોલાચાલી પણ જોવા મળી.

સિરાજનો બોલ સમજી શક્યો નહીં બ્રુક

ઈંગ્લેન્ડ ટીમની ઈનિંગ્સની 84મી ઓવરમાં જ્યારે હેરી બ્રુક બેટિંગ કરી રહ્યો હતો તે સમયે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના પાંચમાં બોલ પર પિચ પર પડ્યા બાદ થોડો અંદરની તરફ આવ્યો અને તેને સમજવામાં બ્રુકે ભૂલ કરી અને તેની કોણી પર અથડાવાથી ઓફ સાઈડ તરફ જતો રહ્યો.


બોલ વાગ્યા પછી બ્રુક થોડો દુખાવો અનુભવતો હતો, જ્યારે મોહમ્મદ સિરાજ પણ થોડીવાર માટે તેની સામે જોતો જોવા મળ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે થોડી બોલાચાલી પણ જોવા મળ્યો. જ્યારે બ્રુક ઓવરના છેલ્લા બોલ પર રન લઈને નોન-સ્ટ્રાઈક એન્ડ પર પહોંચ્યો, ત્યારે સિરાજ અને તેની વચ્ચે થોડી બોલાચાલી જોવા મળી.

સદી ચૂક્યો હેરી બ્રુક

ભારત સામે પહેલી વાર ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ કરવા ઉતરેલા હેરી બ્રુકે પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા પરંતુ તે માત્ર એક રનથી સદી ચૂકી ગયો. 99 રનના સ્કોર પર પ્રસિદ્ધ કૃષ્ણાના શાનદાર બાઉન્સર બોલ પર હેરી બ્રુકને પેવેલિયન પાછો મોકલવામાં આવ્યો. આ મેચમાં, બ્રુકે પોતાની ઈનિંગ દરમિયાન 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારવામાં સફળતા મેળવી.


  • Follow us on: