ભારતીય ટીમના સુપરસ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની વર્તમાન સિરીઝમાં પોતાના બેટનો જાદુ બતાવ્યો છે. છેલ્લી 6 ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાએ 5 અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢ્યું છે.


આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ બોલ અને બેટ બંનેથી શાનદાર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડની ધરતી પર ઈતિહાસ રચ્યો છે. તે આવી સિદ્ધિ મેળવનાર પહેલો એશિયન ખેલાડી બન્યો છે. આ સાથે રવિન્દ્ર જાડેજાએ આ દિગ્ગજની બરાબરી પણ કરી લીધી છે.

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ

રવિન્દ્ર જાડેજાએ એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં બેટથી ઈતિહાસ રચ્યો છે. રવિન્દ્ર જાડેજાએ વર્તમાન સિરીઝમાં 5 અડધી સદી ફટકારી છે. આ સાથે તેને ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 1000 રન પૂરા કર્યા છે. આ સાથે રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડની ધરતી પર 30+ વિકેટ લેવાની સાથે 1000 રન બનાવનાર પહેલો ખેલાડી બન્યો છે.


એશિયાના 7 બેટ્સમેનોએ ઈંગ્લેન્ડની ધરતી પર 1000 થી વધુ રન બનાવ્યા છે. 18 બોલરોએ 30+ વિકેટ લીધી છે, પરંતુ રવિન્દ્ર જાડેજા એકમાત્ર ખેલાડી છે જેને આ બંને સિદ્ધિઓ હાંસલ કરી છે. રવિન્દ્ર જાડેજા હાલમાં સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે.

રવિન્દ્ર જાડેજાએ આ દિગ્ગજ ખેલાડી સાથે કરી બરાબરી

ટેસ્ટ સિરીઝમાં 6 નંબર કે તેથી નીચેના નંબર પર બેટિંગ કરતા ખેલાડી દ્વારા સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ મહાન સર ગેરી સોબર્સના નામે હતો. ગેરી સોબર્સે 5 અડધી સદી ફટકારી હતી. હવે રવિન્દ્ર જાડેજાએ પણ તેમની બરાબરી કરી લીધી છે. જો જાડેજા છેલ્લી ટેસ્ટ મેચમાં પણ અડધી સદી ફટકારે છે, તો તે આ લિસ્ટમાં ટોપ પર પહોંચી જશે. વીવીએસ લક્ષ્મણે પણ 2002માં ભારત માટે એક સિરીઝમાં 5 અડધી સદી ફટકારી હતી. બોલ સાથે પણ રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં 4 વિકેટ લીધી છે.


  • Follow us on: