મોહમ્મદ સિરાજે ઓવલ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો. આ રાઈટ હેન્ડ ફાસ્ટ બોલરે છેલ્લા દિવસે બાકીની 4 વિકેટોમાંથી 3 વિકેટ લઈને ઈંગ્લેન્ડને ટેસ્ટ સિરીઝ જીતતા અટકાવ્યું. ટીમ ઈન્ડિયાએ ઓવલ ટેસ્ટ 6 રનથી જીતી અને આ સાથે સિરીઝ 2-2 થી ડ્રો થઈ.
મોહમ્મદ સિરાજે પાંચમી ટેસ્ટમાં કુલ 9 વિકેટ લીધી, જેમાંથી તેને બીજા ઈનિંગમાં 5 વિકેટ લીધી. મોહમ્મદ સિરાજે ચોથા દિવસે ફક્ત 2 વિકેટ લીધી પરંતુ પાંચમા દિવસે તેને 3 શાનદાર બોલ ફેંકીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. મોહમ્મદ સિરાજે પહેલા જેમી સ્મિથને ધ્રુવ જુરેલના હાથે કેચ આઉટ કરાવ્યો . જેમી ઓવરટનને મોહમ્મદ સિરાજે LBW આઉટ કર્યો . અંતે મોહમ્મદ સિરાજે ગુસ એટકિન્સનને 17 રન પર બોલ્ડ કરી ટીમ ઈન્ડિયાને જીત અપાવી. આ જીત સાથે મોહમ્મદ સિરાજ ઈંગ્લેન્ડ સિરીઝમાં નંબર 1 બોલર પણ બન્યો .
મોહમ્મદ સિરાજ બન્યો નંબર-1 મોહમ્મદ સિરાજ
આ ટેસ્ટ સિરીઝમાં પાંચ મેચમાં મોહમ્મદ સિરાજે સૌથી વધુ 23 વિકેટ લીધી હતી. આ સિવાય પહેલી વાર કોઈ ભારતીય ફાસ્ટ બોલરે ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લીધી છે. મોહમ્મદ સિરાજે પહેલી ટેસ્ટમાં 2 વિકેટ લીધી હતી. આ પછી તેને બીજી ટેસ્ટમાં ઘાતક બોલિંગ કરી અને કુલ 7 વિકેટ લીધી. લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ફાસ્ટ બોલરે બંને ઈનિંગમાં 4 વિકેટ લીધી હતી. ચોથી ટેસ્ટ મેચમાં તેને ફક્ત 1 જ વિકેટ લીધી હતી જ્યારે મોહમ્મદ સિરાજે પાંચમી અને અંતિમ ટેસ્ટમાં 6 વિકેટ લીધી હતી.
આ પહેલા ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં મોહમ્મદ સિરાજે 5 મેચમાં 20 વિકેટ લીધી હતી પરંતુ તે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોના લિસ્ટમાં ચોથા ક્રમે હતો. મોહમ્મદ સિરાજ છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં વિસ્ફોટક બોલિંગ કરી રહ્યો છે. તેને ટીમ મેનેજમેન્ટ અને ફેન્સને નિરાશ કર્યા નથી.
ટીમ ઈન્ડિયાની શાનદાર જીત
ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડની ટીમને 6 રનથી હરાવી અને આ રીતે સિરીઝ 2-2 થી બરાબર કરી. આમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ ફક્ત 367 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી છે.