ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડની ટીમને 6 રનથી હરાવી અને આ રીતે સિરીઝ 2-2 થી બરાબર કરી. આમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ ફક્ત 367 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી છે.


ભારતે પહેલી વાર કર્યું આ શાનદાર કામ

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ટી ઈન્ડિયા વિદેશી ધરતી પર પાંચ ટેસ્ટ મેચની સિરીઝની છેલ્લી મેચ જીતી છે. આ પહેલા ભારતે વિદેશી ધરતી પર 16 પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી, જેમાંથી તે છેલ્લી ટેસ્ટ 6 વાર હારી ગયું હતું અને છેલ્લી ટેસ્ટ મેચ 10 વાર ડ્રો રહી હતી. હવે આખરે ટીમ ઈન્ડિયાએ વિદેશમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝની છેલ્લી મેચ જીતવામાં સફળ રહી છે.

જો રૂટ અને હેરી બ્રુકે સદી ફટકારી

બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ ટીમ માટે હેરી બ્રુક અને જો રૂટ સૌથી મોટા હીરો સાબિત થયા. આ બંને ખેલાડીઓએ સદી ફટકારી. બ્રુકે માત્ર 91 બોલમાં ઝડપી ગતિએ રન બનાવીને સદી ફટકારી. તેને મેચમાં 111 રન બનાવ્યા, જેમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. જો રૂટે 110 રન બનાવ્યા. ઓપનિંગ કરવા આવેલા બેન ડકેટે પણ સારી બેટિંગ બતાવી અને 54 રનની ઈનિંગ રમી. પાંચમા દિવસે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ જોરદાર બોલિંગ કરી અને ઝડપથી 3 વિકેટ ઝડપી. ત્યારબાદ ક્રિસ વોક્સ ઈજાગ્રસ્ત હોવા છતાં બેટિંગ કરવા આવ્યો.


પહેલી ઈનિંગમાં સારો દેખાવ કરી શકી નહીં ટીમ ઈન્ડિયા

ટીમ ઈન્ડિયા પહેલી ઈનિંગમાં 224 રન બનાવ્યા હતા. ત્યારબાદ કરુણ નાયરે ચોક્કસપણે અડધી સદી ફટકારીને 57 રન બનાવ્યા અને બાકીના બેટ્સમેનો સારું પ્રદર્શન કરવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયા. આ પછી ઈંગ્લેન્ડની ટીમે પહેલી ઈનિંગમાં 247 રન બનાવ્યા અને પહેલી ઈનિંગના આધારે 23 રનની મહત્વપૂર્ણ લીડ મેળવી, ત્યારબાદ ઈંગ્લેન્ડ માટે જેક ક્રોલીએ સૌથી વધુ 64 રન બનાવ્યા. ભારત માટે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 4-4 વિકેટ લીધી.

યશસ્વી જયસ્વાલે બીજી ઈનિંગમાં ફટકારી સદી

ભારતીય બેટ્સમેનોએ બીજી ઈનિંગમાં સારી રમત રમી. યશસ્વી જયસ્વાલે 118 રન બનાવ્યા, જેમાં એક સદી ફટકારી. નાઈટવોચમેન તરીકે મોકલવામાં આવેલા આકાશ દીપે 66 રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે પણ અડધી સદી ફટકારી. આ બંને ખેલાડીઓએ ટીમને 300 રનના આંકડાને પાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે 53-53 રન બનાવ્યા. ભારતે બીજી ઈનિંગમાં 396 રન બનાવ્યા. 23 રનની લીડ લીધા બાદ ઈંગ્લેન્ડને 374 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

  • Follow us on: