ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ 31 જુલાઈથી લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.


ટીમ ઈન્ડિયા ઘણા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી છે. પરંતુ ઈંગ્લેન્ડ પ્રવાસમાં 3 એવા ખેલાડીઓ હતા જેમને આ સિરીઝમાં રમવાનો મોકો મળ્યો ન હતો. આ ખેલાડીઓ આખી સિરીઝ દરમિયાન પાણી આપતા જોવા મળ્યા.

આ 3 ખેલાડીઓને ન મળી તક

એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની છેલ્લી મેચ રમાઈ રહ્યો છે. અત્યાર સુધી આ સિરીઝમાં ઘણા ખેલાડીઓને ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક મળી છે. આ સિરીઝ દ્વારા અંશુલ કંબોજને પણ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી. પરંતુ આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાનો ભાગ રહેલા અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને અભિમન્યુ ઈશ્વરનને એક પણ મેચ રમવાનો મોકો મળ્યો નહીં.

ઘણા ભૂતપૂર્વ અનુભવી ખેલાડીઓએ પણ આ ત્રણેય ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવા માટે વિનંતી કરી હતી. પરંતુ મેનેજમેન્ટે કોઈનું પણ સાંભળ્યું નહીં અને આ 3 ખેલાડીઓ સમગ્ર ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પાણી આપતા જોવા મળ્યા.

પોતાના ડેબ્યૂની રાહ જોતા રહ્યા આ 2 ખેલાડીઓ

એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન થનારા અભિમન્યુ ઈશ્વરનને ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી સિરીઝમાં તક મળશે. પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. અભિમન્યુ ઈશ્વરન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ આ ખેલાડીએ ભારત માટે ડેબ્યૂ કરવા માટે હજુ રાહ જોવી પડશે.

અભિમન્યુ ઈશ્વરને ઘરેલુ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને અત્યાર સુધી રમાયેલી 103 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 48.70 ની એવરેજથી 7841 રન બનાવ્યા છે, જેમાં 27 સદી અને 31 અડધી સદીનો સમાવેશ થાય છે. આ સિવાય અર્શદીપ સિંહ પણ આ સિરીઝમાં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂની રાહ જોઈ રહ્યો હતો.

  • Follow us on: