ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ઓવલ ખાતે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચ્યો છે. તેને મહાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે તે ટેસ્ટ સિરીઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટન બની ગયો છે.
સુનીલ ગાવસ્કર હવે આ બાબતમાં પાછળ રહી ગયા છે. શુભમન ગિલને આ રેકોર્ડ તોડવા માટે ફક્ત 11 રન બનાવવાની જરૂર હતી. આ મેચમાં તેને 11 રન બનાવતાની સાથે જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો.
સુનિલે 1978/79માં મેળવી હતી આ સિદ્ધિ
સુનીલ ગાવસ્કરે આ સિદ્ધિ 1978/79માં મેળવી હતી. સુનીલ ગાવસ્કરે કેપ્ટન તરીકે એક ટેસ્ટ સિરીઝમાં 732 રન બનાવ્યા હતા. પરંતુ હવે આ રેકોર્ડ શુભમન ગિલે તોડી નાખ્યો છે. હવે ગિલે એક ટેસ્ટ સિરીઝમાં 733 રન બનાવીને ભારત માટે કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. હવે સુનીલ ગાવસ્કર બીજા સ્થાને આવી ગયો છે.
આ સિવાય વિરાટ કોહલીનું નામ ત્રીજા નંબરે છે. તેને 2017-18માં એક ટેસ્ટ સિરીઝમાં 655 રન બનાવ્યા હતા. કિંગ કોહલીએ ઈંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. કિંગ કોહલીનું નામ પણ ચોથા નંબરે છે. તેને 2017-18માં શ્રીલંકા સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં 610 રન બનાવ્યા હતા. આ પછી, પાંચમું સ્થાન પણ રન મશીનના નામે છે. તેને 2018માં ભારતીય કેપ્ટન તરીકે 593 રન બનાવ્યા હતા.
એક ટેસ્ટ સિરીઝમાં ભારતીય કેપ્ટન દ્વારા સૌથી વધુ રન
| નંબર | ખેલાડી | રન | વિરોધી ટીમ | વર્ષ |
| 1 | શુભમન ગિલ* | 733 | ઈંગ્લેન્ડ | 2025 |
| 2 | સુનીલ ગાવસ્કર | 732 | વેસ્ટ ઈન્ડીઝ | 1978/79 |
| 3 | વિરાટ કોહલી | 655 | ઈંગ્લેન્ડ | 2016/17 |
| 4 | વિરાટ કોહલી | 610 | શ્રીલંકા | 2017/18 |
| 5 | વિરાટ કોહલી | 593 | ઈંગ્લેન્ડ | 2018 |