ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ 10 જુલાઈથી લંડનના લોર્ડ્સના મેદાન પર રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 387 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે 387 રન બનાવ્યા હતા.
ચોથા દિવસની રમતની શરુઆત થઈ ત્યારે જ મોહમ્મદ સિરાજે પહેલા સેશનમાં જ ઈંગ્લેન્ડને પહેલો ઝટકો આપ્યો. મોહમ્મદ સિરાજે બેન ડકેટને આઉટ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સિરાજનું સેલિબ્રેશન બન્યું ચર્ચાનો વિષય
મોહમ્મદ સિરાજે 5.5 ઓવરમાં બેન ડકેટને આઉટ કર્યો અને તેને પેવેલિયન પરત મોકલ્યો. બેન ડકેટ ઈંગ્લેન્ડને સારી શરૂઆત આપી શક્યો નહીં. બેન ડકેટે મોહમ્મદ સિરાજના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે મિડ-ઓનની દિશામાં કેચ આઉટ થયો.
ત્યારબાદ મોહમ્મદ સિરાજે ડકેટની આંખોમાં જોયું અને તેની સામે જોરથી બૂમો પાડી. તે ડકેટ પાસે ગયો અને સેલિબ્રેશન કર્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો. વાયરલ થયેલા વીડિયોમાં બેન ડકેટ આઉટ થયા પછી પેવેલિયન તરફ ચાલી રહ્યો છે . આ પછી સિરાજ તેની સામે જાય છે અને ખૂબ બૂમો પાડે છે. આ પછી ભારતીય ખેલાડીઓ સિરાજ સાથે સેલિબ્રેશન કરવાનું શરૂ કરે છે .
સિરાજને પહેલી ઈનિંગમાં મળી 2 સફળતા
લોર્ડ્સમાં સિરાજે પહેલી ઈનિંગમાં 2 વિકેટ લીધી હતી. સિરાજે 23.3 ઓવરમાં 85 રન આપ્યા હતા. બીજી ઈનિંગમાં તેને 6 ઓવરમાં 10 રન આપીને 2 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાને બીજી ઈનિંગમાં સિરાજ પાસેથી ઘણી આશાઓ રહેશે. લોર્ડ્સના મેદાન પર ફાસ્ટ બોલરનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. મોહમ્મદ સિરાજે અત્યાર સુધી આ મેદાન પર 12 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહએ પહેલી ઈનિંગમાં 5 વિકેટ પણ લીધી છે.