ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડની ટીમને જીત માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઈંગ્લેન્ડે અત્યાર સુધીમાં ત્રણ વિકેટ ગુમાવીને 164 રન બનાવી લીધા છે.


ટીમ ઈન્ડિયાને અન્ય એક વિકેટ મળતી, પરંતુ કેચ લેતી વખતે મોહમ્મદ સિરાજનો પગ બાઉન્ડ્રીને સ્પર્શી ગયો અને હેરી બ્રુકને જીવનદાન મળ્યું.

પ્રસિદ્ધ કૃષ્ણાએ શરૂ કર્યું સેલિબ્રેશન

ઈંગ્લેન્ડ સામેની બીજી ઈનિંગમાં 35મી ઓવર પ્રસિદ્ધ કૃષ્ણાએ ફેંકી હતી. હેરી બ્રુકે આ ઓવરનો પહેલો બોલ રમ્યો અને બોલને ટોપ એજ મળી. આ પછી બાઉન્ડ્રી પાસે ઉભેલા મોહમ્મદ સિરાજે બોલ કેચ કર્યો. પછી પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ વિકેટનું સેલિબ્રેશન કરવાનું શરૂ કર્યું. પરંતુ પછી ખબર પડી કે કેચ લેતી વખતે સિરાજે પોતાનું સંતુલન ગુમાવ્યું અને તેનો પગ બાઉન્ડ્રી લાઈન સાથે અથડાયો.


પછી વિકેટને બદલે અમ્પાયરે તેને સિક્સર આપી. આ પછી મોહમ્મદ સિરાજને વિશ્વાસ ન થયો કે તેને શું કર્યું અને તે પણ પોતાનો ફેસ ઢાંકતો જોવા મળ્યો. એક ક્ષણની ખુશી દુ:ખમાં ફેરવાઈ ગઈ. બોલર પ્રસિદ્ધના ફેસ પરથી ખુશી પણ ગાયબ થઈ ગઈ.


સારી બેટિંગ કરી રહ્યો છે હેરી બ્રુક

ભારત સામે હેરી બ્રુક ઝડપી ગતિએ રન બનાવી રહ્યો છે અને જો રૂટ ક્રીઝના એક છેડે ઉભો છે. હેરી બ્રુકે અત્યાર સુધીમાં 30 બોલમાં 38 રન બનાવ્યા છે, જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. જો રૂટ 23 રન બનાવ્યા બાદ ક્રીઝ પર હાજર છે. આ પહેલા બેન ડકેટે ઈંગ્લેન્ડને મજબૂત શરૂઆત આપી અને 54 રન બનાવ્યા. કેપ્ટન ઓલી પોપે 27 રન બનાવ્યા.

મોહમ્મદ સિરાજે લીધી 2 વિકેટ

ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં અત્યાર સુધીમાં 3 વિકેટ ગુમાવીને 164 રન બનાવી લીધા છે અને ટાર્ગેટથી 210 રન પાછળ છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 2 વિકેટ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 1 વિકેટ લીધી છે. બીજી ઈનિંગમાં આકાશ દીપ અત્યાર સુધી નિષ્ફળ રહ્યો છે.


  • Follow us on: