ઈંગ્લેન્ડની ધરતી પર રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ મોહમ્મદ સિરાજ માટે યાદગાર સાબિત થઈ રહી છે. લોર્ડ્સમાં પોતાની ઘાતક બોલિંગથી ખૂબ જ પ્રશંસા મેળવ્યા પછી મોહમ્મદ સિરાજ ઓવલમાં પણ ધૂમ મચાવી રહ્યો છે.
પાંચમી ટેસ્ટની પહેલી ઈનિંગમાં ચાર વિકેટ લીધા બાદ મોહમ્મદ સિરાજ બીજી ઈનિંગમાં પણ ઈંગ્લિશ બેટ્સમેનો પર કાળ બનીને તૂટી હેરાન કરી છે. ચોથા દિવસની શરૂઆત જ મોહમ્મદ સિરાજે ઓલી પોપની મોટી વિકેટ લઈને કરી છે. ઈંગ્લિશ કેપ્ટનને પેવેલિયન મોકલવાની સાથે જ મોહમ્મદ સિરાજના નામે ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે.
મોહમ્મદ સિરાજે મચાવી ધૂમ
મોહમ્મદ સિરાજ ઈંગ્લેન્ડની ધરતી પર 20 કે તેથી વધુ વિકેટ લેનાર માત્ર બીજો ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે. મોહમ્મદ સિરાજે ઓલી પોપની વિકેટ લેતા જ આ ખાસ સિદ્ધિ હાંસલ કરી. મોહમ્મદ સિરાજ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધી 20 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે. ઈંગ્લેન્ડમાં આ સિદ્ધિ મોહમ્મદ સિરાજ સિવાય માત્ર જસપ્રીત બુમરાહ જ હાંસલ કરી શક્યો છે.
મોહમ્મદ સિરાજ આ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. ચોથા દિવસની શરૂઆત ઈંગ્લેન્ડે સંભાળીને કરી હતી. ઓલી પોપ અને બેન ડકેટ ટીમના ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા.પરંતુ ઓલી પોપને મોહમ્મદ સિરાજે ક્રીઝ પર વધુ ટકવાનો મોકો આપ્યો નહીં. 27ના સ્કોર પર પોપને મોહમ્મદ સિરાજે આઉટ કરી દીધો.
પહેલી ઈનિંગમાં પણ સિરાજે મચાવી ધૂમ
મોહમ્મદ સિરાજનું પ્રદર્શન ઓવલ ટેસ્ટની પહેલી ઈનિંગમાં પણ શાનદાર રહ્યું હતું. તેને 16.2 ઓવરના સ્પેલમાં 86 રન આપીને 4 વિકેટ પોતાના નામે કરી હતી. મોહમ્મદ સિરાજે ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રૂક અને જેકબ બેથેલને પેવેલિયનની રસ્તો બતાવ્યો હતો. મોહમ્મદ સિરાજના શાનદાર સ્પેલના કારણે ટીમ ઈન્ડિયા જબરદસ્ત શરૂઆત છતાં ઈંગ્લેન્ડની આખી ટીમને 247 રન પર ઓલઆઉટ કરવામાં સફળ રહી હતી. મોહમ્મદ સિરાજને બીજા છેડેથી પ્રસિદ્ધ કૃષ્ણાનો સારો સાથ મળ્યો હતો, જેને 4 વિકેટ પોતાના નામે કરી હતી.