ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે માનચેસ્ટર ટેસ્ટમાં રિષભ પંત ઈજાગ્રસ્ત થયો છે. આ કારણે તે વિકેટકીપિંગ કરવા મેદાનમાં આવ્યો હતો અને હવે તે પાંચમી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ફેન્સને લાગ્યું કે ઈશાન કિશનને ટીમમાં જગ્યા મળશે પરંતુ રિપોર્ટ મુજબ તે ઈજાગ્રસ્ત છે.


મીડિયા રિપોર્ટ મુજબ આ કારણે ટેસ્ટ ટીમમાં પૂર્વ CSK ખેલાડી એન જગદીશન સામેલ થઈ શકે છે. આ વિશે એન જગદીશને પોતાનું મૌન તોડ્યું છે.

એન જગદીશને કહી આ વાત

એન જગદીશને હાલમાં જ મીડિયા સાથે વાતચીત કરતાં ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી વિશે વાત કરી છે. તેને કહ્યું કે 'મને સિલેક્ટર્સનો કોલ આવ્યો હતો. તેને કહ્યું કે તમને એક કલાકમાં એક કોલ આવશે તમારે તૈયાર રહેવાનું છે.' ત્યારબાદ હું કોલની રાહ જોઈને ધ્રુજી રહ્યો છું, આ ખુશ થવાની ક્ષણ છે.


એન જગદીશને આગળ કહ્યું કે 'ઘણાં લોકોને મારું સિલેક્શન હેરાન કરી દેશે પરંતુ હું છેલ્લા 2-3 વર્ષથી ટાર્ગેટ ખેલાડીઓના લિસ્ટનો ભાગ રહ્યો છું. હું છેલ્લા એક વર્ષથી NCAમાં હાજર ટાર્ગેટ ખેલાડીઓમાંથી એક છું.' મને માત્ર એટલું ખબર છે કે મારે શાંત રહેવાનું છે અને વર્તમાન પર ફોક્સ કરીને મહેનત કરવાની છે.

એન જગદીશને રિષભ પંતની ઈજા પર કહી આ વાત

એન જગદીશને ઈન્ટરવ્યુ દરમિયાન રિષભ પંતને લઈને વાત કરી હતી. તેને રિષભ પંતના વખાણ કર્યા અને કહ્યું કે 'આમાં કોઈ શક નથી કે તે સુપરસ્ટાર છે. તેને જે રીતે એક્સિડેન્ટમાંથી સાજા થઈ કમબેક કર્યું છે તે મોટી વાત છે. આ એક એવી વસ્તુ છે, જે ઘણાં બધા લોકો કરી શકતા નથી.'

એન જગદીશને TNCA અને રોબિન ઉથપ્પાનો માન્યો આભાર

એન જગદીશને ભારતીય ટીમમાં સિલેક્શન વિશે વાત કરતાં પોતાના મેન્ટર રોબિન ઉથપ્પા અને TNCAનો આભાર માન્યો છે. તેને કહ્યું કે, 'હું રોબિન ઉપ્પથા દ્વારા કરેલી મદદ માટે હંમેશા આભારી રહીશ.' આ સાથે જ TNCA મને 27 દિવસની યુકે ટૂર પર લઈને ગઈ હતી, જે મારા માટે મોટી વાત હતી. મને ઘણું બધું શીખવા મળ્યું, કારણ કે હું પહેલી વાર એશિયા બહાર ગયો હતો. ત્યાંના વાતાવરણ પોતાને સેટ કરવા સૌથી મોટી શીખ હતી.'


  • Follow us on: