ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ હાલમાં રોમાંચક મોડ પર છે. ભારતીય ટીમનો હાથ ઉપર હોય તેવું લાગે છે અને ટીમ પાસે મોટી લીડ છે. ચોથા દિવસની શરૂઆત કેએલ રાહુલ અને કરુણ નાયર દ્વારા કરવામાં આવી હતી પરંતુ બંનેએ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારબાદ શુભમન ગિલ અને રિષભ પંતનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જ્યારે પણ રિષભ બેટિંગ કરવા આવે છે, ત્યારે ફેન્સનું ભરપૂર મનોરંજન કરવામાં આવે છે.
રિષભ પંતનું બેટ હવામાં ઉડ્યું
રિષભ પંતને હંમેશા શોટ મારતી વખતે બેટ નીચે પડવાની આદત રહી છે. તે ઘણીવાર આ ભૂલ કરે છે અને ઈંગ્લેન્ડ સામેની બીજી ઈનિંગમાં પણ આવું જ કંઈક બન્યું હતું. પંતે જોશ ટંગના બોલ પર હવામાં શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો. બોલ નહીં, પરંતુ પંતનો બેટ તેના હાથમાંથી છૂટ્યા પછી હવામાં ઉડી ગયું. આ જોઈને કોમેન્ટેટર્સ, મેદાનમાં હાજર દર્શકો અને ભારતીય ટીમના ખેલાડી પર જોરથી હસવા લાગ્યા.
રિષભ પંતે છગ્ગા મારીને રચ્યો ઈતિહાસ
રિષભ પંત હંમેશા પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે અને તેની પાસે ગમે ત્યારે બોલને ગમે ત્યારે હવાઈ યાત્રા કરવવાની શક્તિ છે. ચોથા દિવસે પંતે પોતાની ઈનિંગની શરૂઆતમાં જ છગ્ગો ફટકાર્યો હતો. રિષભ પંતે આગળ આવીને જોશ ટંગના બોલ પર જબરદસ્ત છગ્ગો ફટકાર્યો હતો.
તમને જણાવી દઈએ કે પંતે છગ્ગો ફટકારવાના મામલે ઈતિહાસ રચ્યો છે. રિષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં એક જ દેશમાં સૌથી વધુ છગ્ગો ફટકારનારા ખેલાડીઓમાં પહેલો સ્થાને પહોંચી ગયો છે. તેને ઈંગ્લેન્ડમાં કુલ 23 છગ્ગા ફટકાર્યા છે. આ મામલે બીજા નંબર પર બેન સ્ટોક્સ છે, જેને સાઉથ આફ્રિકામાં અત્યાર સુધીમાં 21 છગ્ગા ફટકાર્યા છે.