શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડને માત આપી છે. ભારતીય ટીમે બર્મિંગહામમાં 58 વર્ષના દુકાળનો અંત લાવીને જીત મેળવી. આ જીતના ઘણા હીરો હતા, પરંતુ કેપ્ટન ગિલ બીજી ટેસ્ટમાં શાનદાર ટીમનું નેતૃત્વ કરતા જોવા મળ્યો.


શુભમન ગિલનું બેટ બેટિંગમાં જોરથી બોલ્યું અને તેને પહેલી ઈનિંગમાં 269 રન અને બીજી ઈનિંગમાં 161 રન બનાવ્યા. બેટિંગની સાથે શુભમનની કેપ્ટનશીપ પણ જોરદાર હતી. 25 વર્ષની ઉંમરે શુભમન ગિલે એજબેસ્ટનનો કિલ્લો ધ્વસ્ત કર્યો અને 49 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો.

શુભમન ગિલે 25 વર્ષની ઉંમરે મચાવી ધૂમ

શુભમન ગિલ ભારત માટે વિદેશી ધરતી પર જીત મેળવનાર સૌથી યુવા કેપ્ટન બન્યો છે. શુભમન ગિલે 25 વર્ષ 301 દિવસની ઉંમરે એજબેસ્ટન મેદાન પર ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. તેને સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો છે. સુનીલ ગાવસ્કરે 1976માં 26 વર્ષ 202 દિવસની ઉંમરે ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમને જીત અપાવી હતી.


બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે ઘરની બહાર રમતી વખતે રનના મામલે સૌથી મોટી જીત મેળવી. ભારત દ્વારા આપવામાં આવેલા 608 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડની ટીમ 271 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આકાશદીપે બોલથી ધૂમ મચાવી અને પહેલી ઈનિંગમાં 4 વિકેટ અને બીજી ઈનિંગમાં 6 વિકેટ લીધી.

શુભમન ગિલે કેપ્ટનશીપમાં તોડ્યા અનેક રેકોર્ડ

કેપ્ટનશીપની સાથે સાથે શુભમન ગિલે બેટિંગમાં પણ ધૂમ મચાવી. ગિલે એજબેસ્ટન ટેસ્ટની પહેલી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી અને 269 રન બનાવ્યા. શુભમન ગિલ ભારત તરફથી કેપ્ટન તરીકે 250 રન બનાવનાર પહેલો બેટ્સમેન બન્યો. શુભમન ગિલે બીજી ઈનિંગમાં પણ 161 રનની શાનદાર ઈનિંગ રમી. શુભમન ગિલે 162 બોલની ઈનિંગમાં 13 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. શુભમન ગિલ એક જ ટેસ્ટ મેચમાં 400 થી વધુ રન બનાવનાર એશિયાનો પહેલો બેટ્સમેન બન્યો.


  • Follow us on: