ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચ જીતવા માટે ઈંગ્લેન્ડને 608 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેને પહેલી ઈનિંગમાં 269 રન અને બીજી ઈનિંગમાં 161 રન બનાવીને બેવડી સદી ફટકારી. તે પોતાની બેટિંગથી બધાનું દિલ જીતવામાં સફળ રહ્યો.


પહેલી ઈનિંગમાં ફટકારી બેવડી સદી

શુભમન ગિલે પહેલી ઈનિંગમાં ખૂબ જ સારી બેટિંગ કરી અને 387 બોલમાં કુલ 269 રન બનાવ્યા. તેને પોતાની ઈનિંગમાં 30 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. તેને બેટિંગ કરતી વખતે કોઈ ઉતાવળ બતાવી નહીં. તેના કારણે જ ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 587 રન બનાવ્યા. આ પછી તેને બીજી ઈનિંગમાં પણ શાનદાર બેટિંગ કરી અને 161 રન બનાવ્યા.

આવું કરનાર પહેલો ખેલાડી

શુભમન ગિલ એક જ ટેસ્ટ મેચમાં બેવડી સદી અને 150+ રનની ઈનિંગ ફટકારનાર ક્રિકેટ જગતનો પહેલો ખેલાડી બન્યો છે. તેની પહેલા ક્રિકેટ જગતમાં કોઈ આ કરી શક્યું ન હતું. હવે તેને પોતાની મજબૂત બેટિંગથી આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

નોન-ઓપનર તરીકે સૌથી વધુ રન

શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં કુલ 430 રન બનાવ્યા હતા. આ સાથે તેને નોન-ઓપનર તરીકે ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો. તેના પહેલા નોન-ઓપનર તરીકે ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કુમાર સંગાકારા નામે હતો. તેમને 2014માં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં 424 રન બનાવ્યા હતા.

ગ્રેગ ચેપલનો તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ

શુભમન ગિલ નંબર 4 પર બેટિંગ કરતી વખતે એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેને મેચમાં કુલ 430 રન બનાવ્યા હતા. તેના પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલના નામે હતો. ચેપલે 1974માં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં નંબર-4 પર બેટિંગ કરતી વખતે કુલ 380 રન બનાવ્યા હતા. આ સિવાય ગિલ એકમાત્ર બેટ્સમેન છે જેને ટેસ્ટ મેચમાં નંબર-4 પર બેટિંગ કરતી વખતે 400+ રન બનાવ્યા હતા.


  • Follow us on: