ભારતીય સિનિયર ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમી રહી છે જ્યારે ભારતીય અંડર-19 ટીમ અને ઈંગ્લેન્ડ અંડર-19 ટીમ વચ્ચે બે મેચની યુથ ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. જેની પહેલી મેચ ડ્રો રહી હતી. હવે બીજી મેચ 20 જુલાઈએ રમાશે.


ઈંગ્લેન્ડ અંડર-19 ટીમે આ બીજી મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. થોમસ રીવને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે પહેલી યુથ ટેસ્ટ મેચમાં હમઝા શેખ ઈંગ્લેન્ડ અંડર-19 ટીમનો કેપ્ટન હતા. હવે કેપ્ટન બદલવામાં આવ્યો છે.

એડમ થોમસને મળી તક

યુવા બેટ્સમેન એડમ થોમસને તેના કરિયરમાં પહેલી વાર ઈંગ્લેન્ડની અંડર-19 ટીમમાં સ્થાન મળ્યું છે. તે ટોપ ઓર્ડરમાં બેટિંગ કરે છે અને ઝડપથી રન બનાવે છે. ઓલરાઉન્ડર રાલ્ફી આલ્બર્ટે પહેલી યુવા ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કર્યું અને પોતાની બોલિંગથી પ્રભાવિત કરવામાં સફળ રહ્યો. તેને ઓર્થોડોક્સ સ્પિન સાથે ત્રણ વિકેટ લીધી અને પહેલી ઈનિંગમાં 50 રન બનાવ્યા.


આયુષ મહાત્રે ભારતીય અંડર-19 ટીમનો છે કેપ્ટન

ભારતીય અંડર-19 ટીમે ઈંગ્લેન્ડની અંડર-19 ટીમ સામે યુથ વનડે સિરીઝ 3-2થી જીતી હતી. ત્યારબાદ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આયુષ મહાત્રે યુથ ટેસ્ટ મેચ માટે ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે. તેના સિવાય ટીમમાં વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓએ પહેલી ટેસ્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું.

ભારત સામેની બીજી યુવા ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની અંડર-19 ટીમનો કેપ્ટન

થોમસ રીવ (કેપ્ટન), રાલ્ફી આલ્બર્ટ, વિલ બેનિસન, બેન ડોકિન્સ, રોકી ફ્લિન્ટોફ, એલેક્સ ફ્રેન્ચ, એલેક્સ ગ્રીન, જો હોકિન્સ, જેક હોમ, બેન મેયસ, જેમ્સ મિન્ટો, આર્યન સાવંત, જય સિંહ, એડમ થોમસ.


  • Follow us on: