ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજે બર્મિંગહામમાં શરૂ થઈ છે. જ્યાં ઈંગ્લિશ ટીમ ટોલ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 3 ફેરફાર કર્યા છે.
આ મેચમાં પહેલા દિવસે ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડની ટીમે બ્લેક પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરી છે. જેને જોઈને તમામ ફેન્સ હેરાન છે. પરંતુ તમને જણાવી દઈએ કે તેનું કારણ શું છે. બંને ટીમોએ એક દિગ્ગજ ખેલાડીના સમ્માનમાં બ્લેક પટ્ટી પહેરી છે.
બ્લેક પટ્ટી પહેરીને ઉતરી ટીમ ઈન્ડિયા
બર્મિંગહામ ટેસ્ટ મેચમાં જ્યારે ભારત અને ઈંગ્લેન્ડની ટીમ મેદાન પર ઉતરી ત્યારે બ્લેક પટ્ટી બાંધીને ઉતરી હતી. બંને ટીમે ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી વેઈન લાર્કિન્સના સમ્માનમાં આવું કર્યું છે. મેચ શરુ થાય તે પહેલા બંને ટીમના ખેલાડીઓએ નેશનલ એન્થમ બાગ 2 મિનિટનું મૌન પણ રાખ્યું હતું.
વેઈન લાર્કિન્સે ઈંગ્લિશ ટીમ માટે 13 ટેસ્ટ અને 25 વનડે મેચ રમી હતી. વર્ષ 1953માં જન્મ થયો હતો અને 28 જૂને તેમનું નિધન થયું હતું. આ પહેલા લીડ્સ ટેસ્ટ મેચ દરમિયાન પણ 3 દિવસ બંને ટીમો બ્લેક પટ્ટી બાંધીને મેદાન પર ઉતરી હતી.
એજબેસ્ટન ટેસ્ટ મેચ માટે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
ટીમ ઈન્ડિયા - યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નિતીશકુમાર રેડ્ડી, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ઈંગ્લેન્ડની ટીમ - જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હૈરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન),જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાઈડન કાર્સ, જોશ ટંગ અને શોએબ બશીર.