ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ 31 જુલાઈથી લંડનના ઓવલ મેદાન પર રમાશે. ફેન્સની નજર આ મેચ પર છે, જેમાં ટીમ ઈન્ડિયા સિરીઝનો અંત ડ્રો પર કરવાનો પ્રયાસ કરશે.


જ્યારે ભારતીય ટીમ 29 જુલાઈએ ઓવલ ટેસ્ટ મેચની તૈયારી માટે પ્રેક્ટિસ કરવા માટે મેદાન પર પહોંચી હતી, ત્યારે ટીમ ઈન્ડિયાના હેડ કોચ અને ત્યાંના પીચ ક્યુરેટર વચ્ચે ઝઘડો થયો હતો, જેના પછી ભારતીય કેપ્ટન શુભમન ગિલનું નિવેદન સામે આવ્યું છે.

શુભમન ગિલે કહી આ વાત

ઓવલ ટેસ્ટ મેચના એક દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ભારતીય કેપ્ટન શુભમન ગિલને પીચ ક્યુરેટર સાથેના વિવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે જ્યાં સુધી હું જાણું છું, અમને એવું કંઈ કહેવામાં આવ્યું ન હતું કે અમારે પીચથી 2.5 મીટર દૂર ઊભા રહેવું પડે. હું આ વિવાદ વિશે વધુ કહેવા માગતો નથી. જો આવું થાય તો અમે અમારું કામ કેવી રીતે કરીશું.


આ મેચને લઈને ઓછા સમય વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં શુભમન ગિલે કહ્યું કે અત્યાર સુધી આ સિરીઝની બધી મેચો પાંચ દિવસના છેલ્લા સેશન સુધી ગઈ છે. મને ખબર નથી કે આ છેલ્લી વખત ક્યારે થયું હતું. આ સિવાય જો તમે મેચો વચ્ચે વધુ દિવસો અને સમય આપો છો, તો આ પ્રવાસ ખૂબ લાંબો થઈ જશે.

જસપ્રીત બુમરાહના રમવા વિશે શુભમન ગિલે આપ્યો જવાબ

ઓવલ ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ રમવા અંગેના સવાલના જવાબમાં શુભમન ગિલે કહ્યું કે અમે કાલે સવારે પિચ જોયા પછી આને લઈને અમે નિર્ણય લઈશું. આજે જ્યારે અમે પિચ જોઈ તો તે એકદમ લીલીછમ હતી. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડે આ મેચ માટે પ્લેઈંગ 11ની જાહેરાત કરી છે, જેમાં કેપ્ટન બેન સ્ટોક્સ સહિત કુલ ચાર ખેલાડીઓ બહાર છે. આ સિવાય આ મેચમાં ઈંગ્લેન્ડના ચાર મુખ્ય ફાસ્ટ બોલર રમી રહ્યા છે.


  • Follow us on: