ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર હાલમાં 2025-26 વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરવા માટે તૈયાર છે. આ મોટી ટુર્નામેન્ટ પહેલા શાર્દુલ ઠાકુરે એક પુત્રનું સ્વાગત કર્યું છે. વિજય હજારે ટ્રોફી શરૂ થાય તે પહેલાં ઠાકુર પિતા બન્યો હતો. તેને સોશિયલ મીડિયા પર પોતાના પિતા બનવાના સારા સમાચાર શેર કર્યા છે.


શાર્દુલ ઠાકુર પહેલી વાર પિતા બન્યો

સ્ટાર ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકર એક પુત્રના માતા-પિતા બન્યા છે. તેને સોશિયલ મીડિયા પર પોતાના સમાચાર શેર કરતા કહ્યું કે "માતા-પિતાના હૃદયમાં છુપાયેલું, મૌન, વિશ્વાસ અને અનંત પ્રેમથી સુરક્ષિત. અમારું રહસ્ય આખરે ખુલ્લું પડી ગયું છે. સ્વાગત છે દીકરા, તે સ્વપ્ન જે અમે નવ મહિના સુધી શાંતિથી રાખ્યું હતું."

શાર્દુલ ઠાકુર અને મિતાલીના લગ્ન 27 ફેબ્રુઆરી 2023 ના રોજ થયા હતા. લગ્ન પહેલા તેઓ ડેટ કરતા હતા. તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. મિતાલીએ શાર્દુલના મુશ્કેલ સમયમાં તેને સાથ આપ્યો હતો.


વિજય હજારે ટ્રોફીમાં જોવા મળશે શાર્દુલ ઠાકુર

હાલમાં શાર્દુલ ઠાકુર ત્રણેય ફોર્મેટમાં મુંબઈની કેપ્ટનશીપ કરી રહ્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈનું પ્રદર્શન નબળું રહ્યું હતું, તો રણજી ટ્રોફીમાં પણ મુંબઈનું પ્રદર્શન સારું રહ્યું હતું. શાર્દુલ ઠાકુર વિજય હજારે ટ્રોફીમાં કેપ્ટનશીપ કરશે, જ્યાં રોહિત શર્મા પણ તેની ટીમમાં રમશે. શાર્દુલ ઠાકુરે તાજેતરમાં સારું પ્રદર્શન કર્યું છે અને હાલમાં તે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. શાર્દુલ ટીમ ઈન્ડિયા માટે 13 ટેસ્ટ, 47 વનડે અને 25 T20 મેચ રમ્યો છે.

આ પણ વાંચો: Team Indiaએ શ્રીલંકન મહિલા ટીમને હરાવ્યું, જેમીમા રોડ્રિગ્સે ફટકારી ધમાકેદાર અડધી સદી

  • Follow us on: