15 નવેમ્બરના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે IPL 2026 માટે તેમના રિટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેરા કર્યું છે. અનુભવી મહેન્દ્ર સિંહ ધોનીને પણ રિટેન કરવામાં આવ્યો છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે ધોની આગામી સિઝનમાં રમશે.


સંજુ સેમસન ટ્રેડ દ્વારા ફ્રેન્ચાઈઝીમાં જોડાયા પછી ઘણી બધી વાતો કહેવામાં આવી રહી છે. હવે ચેન્નાઈના વધુ એક અનુભવી ખેલાડીએ મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

શું મહેન્દ્ર સિંહ ધોનીની ભૂમિકા બદલાશે?

44 વર્ષની ઉંમરે મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2026 માટે તૈયાર જોવા મળે છે. પરિણામે તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી રવિચંદ્રન અશ્વિને પણ તેની યુટ્યુબ ચેનલ પર આ વિશે ખુલ્લેઆમ વાત કરી છે.

એમએસ ધોની નહીં કરે વિકેટકીપિંગ!

ધોનીના ભવિષ્ય અંગે અશ્વિને પોતાની ચેનલ પર કહ્યું કે "જો ધોની રમવા માગતો ન હોત તો CSK લગભગ 4 કરોડ રૂપિયા બચાવી શક્યું હોત. રવિન્દ્ર જાડેજાની વિદાય અને પાવર ફિનિશરનો અભાવ સૂચવે છે કે ધોની કદાચ રમવાનું ચાલુ રાખશે. જ્યારે ધોનીની વાત આવે છે, ત્યારે કંઈ કહેવું મુશ્કેલ છે, પરંતુ જો તમે રિલીઝને સંપૂર્ણપણે જુઓ, તો સ્પષ્ટ છે: ધોની ક્યાંય જવાનો નથી. તે ચોક્કસપણે 2026 સુધી રમશે અને હવે, સંજુ સેમસનના આગમન સાથે, અપેક્ષાઓ વધુ વધી જશે. સંજુ એક વિકેટકીપર-બેટ્સમેન હશે. ધોની વિકેટકીપિંગ નહીં કરે."

ધોની એક ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમશે

રવિચંદ્રન અશ્વિનના સંકેતોના આધારે મહેન્દ્ર સિંહ ધોની એક ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી શકે છે. ટીમમાં ધોનીની હાજરી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ગતિ જાળવી રાખશે. મેદાન પર તેની હાજરી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને પણ મદદ કરી શકે છે. પરંતુ ધોની વિકેટકીપિંગ ફરજો સંભાળશે કે સંજુ સેમસનને જવાબદારી સોંપશે તે ફક્ત IPL 2026 દરમિયાન જ જોવાનું રહેશે. પરંતુ એમએસ ધોનીના ભવિષ્ય પર કોમેન્ટ કરવાથી ઘણા અનુભવી ખેલાડીઓ ખોટા સાબિત થયા છે.

  • Follow us on: