ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોવા મળશે. આગામી સીઝનમાં અર્જુનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે કે કેમ તે એક મુખ્ય સવાલ રહે છે.


આ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે એક મજબૂત દાવો કર્યો છે, જેમાં તેને કહ્યું છે કે તેઓ ફક્ત 6 મહિનામાં અર્જુનને વિશ્વનો મહાન બેટ્સમેન બનાવી દેશે.

યોગરાજ સિંહે શું કહ્યું?

મીડિયા સાથે વાત કરતા યોગરાજ સિંહે કહ્યું કે "હું આખી દુનિયાને પડકાર ફેંકું છું કે જો અર્જુન તેંડુલકર મારી સાથે 6 મહિના વિતાવે તો તે દુનિયાના બધા બેટ્સમેનોને પાછળ છોડી દેશે. કોઈ ટીવી સામે બેઠો છે અને વાત કરી રહ્યો છે કે તે આ કે તે કેવી રીતે કરી શકતો નથી. આના જવાબમાં હું કહું છું કે 'તમે કોણ છો?' જ્યારે ક્રિકેટરો આવી વાત કરે છે ત્યારે તે આઘાતજનક હોય છે."

'જો એમ નહીં થાય, તો હું મારી દાઢી મુંડાવી નાખીશ.'

યોગરાજ સિંહે આગળ કહ્યું કે "અર્જુન તેંડુલકર દુનિયાનો સૌથી ખતરનાક બેટ્સમેન બની શકે છે. જો કોઈ આ ન કરી શકે, તો તેને મારી પાસે મોકલો. જો હું આ ન કરી શકું, તો હું મારી દાઢી મુંડાવી નાખીશ."

અર્જુન તેંડુલકર મહાન કેવી રીતે બનશે?

અર્જુનને મહાન બનાવવા વિશે વાત કરતા યોગરાજ સિંહે કહ્યું કે "તેને દરરોજ 15,000 બોલનો અભ્યાસ કરવો પડશે. હું તેને સર ગારફિલ્ડ સોબર્સની કેટેગરીમાં જોઉં છું. તેને રણજી ટ્રોફીની પોતાની પહેલી મેચમાં 7 નંબર પર બેટિંગ કરતી વખતે સદી ફટકારી હતી. તેને તેના કોચને કહ્યું હતું કે તેને 3 નંબર પર રમાડે અને લિસ્ટ A અને T20 માં ઓપનિંગ કરવા દે. પરંતુ તેને તેની વાત સાંભળી નહીં. હું અર્જુન તેંડુલકરને ઈચ્છું છું, હું તેને મહાન ખેલાડી બનાવીશ."

અર્જુન તેંડુલકરનું IPL કરિયર

અર્જુન તેંડુલકરના IPL કરિયરની વાત કરીએ તો તેને અત્યાર સુધી ફક્ત 5 મેચ રમી છે, બધી મુંબઈ ઈન્ડિયન્સ માટે. તે 5 ઈનિંગમાં અર્જુને બોલિંગ કરતી વખતે 3 વિકેટ લીધી હતી. બેટિંગ કરતી વખતે તેને એક ઈનિંગમાં 13 રન પણ બનાવ્યા હતા.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!

  • Follow us on: