2026 IPLસીઝન પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ફટકો પડ્યો હતો, એવા અહેવાલો બહાર આવ્યા હતા કે સ્ટાર ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. તે અગાઉ પણ આ જ ઈજાને કારણે ICC T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જાન્યુઆરીથી ક્રિકેટના મેદાનથી દૂર હોવા છતાં,હર્ષિત રાણાની ઈજા કેટલી ગંભીર છે? મુંબઈમાં યોજાયેલા BCCI'નમન'એવોર્ડ્સ દરમિયાન તેને લાકડીની મદદથી ચાલતો જોવા મળ્યો હતો.આ ઘટના બાદ,તેની ફિટનેસ અને આગામી સિઝન માટે તેની ઉપલબ્ધતા અંગે નવી ચિંતાઓ ઉભી થઈ છે.
હર્ષિત રાણાએ એવોર્ડ્સ કાર્યક્રમમાં હાજરી આપી
ફાસ્ટ બોલર 15 માર્ચે આયોજિત સમારોહમાં હાજરી આપી હતી. તે 'બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ (મેન)' માટેનો એવોર્ડ સ્વીકારવા માટે સ્ટેજ સુધી ચાલી શક્યો ન હતો. IPL ચેરમેન અરુણ ધુમલ રાણાને સન્માન આપવા માટે સ્ટેજ પરથી નીચે ઉતર્યા હતા. રાણાનો ઇવેન્ટમાં લાકડી લઇ પહોંચવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
મેચ દરમિયાન હર્ષિત રાણાને ઘૂંટણમાં ઈજા થઈ હતી
આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામે T20 વર્લ્ડકપ વોર્મ-અપ મેચ દરમિયાન હર્ષિત રાણાને ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે તેને ભારતની T20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવાની ફરજ પડી હતી. રાણાએ બાદમાં 9 ફેબ્રુઆરીએ મુંબઈમાં ઘૂંટણની સર્જરી કરાવી હતી. મેડિકલ રિપોર્ટ્સ અનુસાર, ફાસ્ટ બોલરને સંપૂર્ણ સ્વસ્થ થવામાં લગભગ બેથી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.
શું IPLમાં જોવા મળશે
KKR પહેલાથી જ ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુઝારાબાનીને ટીમમાં સામેલ કરી ચૂક્યું છે, જે મુસ્તાફિઝુર રહેમાનના સ્થાને ટીમમાં સામેલ છે.મુઝારાબાની ઊંચાઈ,તીક્ષ્ણ ઉછાળો અને ઉત્તમ T20 ફોર્મ ધરાવે છે.જોકે,તે ફિટ પથિરાનાની અનોખી ડેથ-ઓવર બોલિંગ કુશળતાને સંપૂર્ણપણે પુનરાવર્તિત કરી શકતો નથી. જ્યારે રાણાની ગેરહાજરી લગભગ નિશ્ચિત છે.જ્યારે મથેશા પથિરાનાની પરિસ્થિતિએ KKR કેમ્પમાં ચિંતા વધારી દીધી છે. શ્રીલંકન 'બેબી મલિંગા'જેને ₹18 કરોડની રેકોર્ડ રકમમાં ખરીદવામાં આવ્યો હતો. હાલમાં ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામેની T20 વર્લ્ડ કપ મેચ દરમિયાન થયેલી ઇજામાંથી સ્વસ્થ થવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આ પણ વાંચો - Team India વર્લ્ડ ક્રિકેટ પર કરશે રાજ? સંજુ સેમસને કરી મોટી ભવિષ્યવાણી