IPL 2026 28 માર્ચે RCB અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની શરૂઆતની મેચ સાથે ધમાકેદાર શરૂઆત કરશે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ 30 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ગયા વર્ષે ટેબલમાં તળિયે રહેલું CSK ટુર્નામેન્ટમાં વાપસી ફરવા અને ફરીથી ટાઇટલ જીતવા માટે પ્રયત્નશીલ રહેશે. આ વર્ષે CSK એ હરાજીમાં તેની ટીમમાં ઘણા શાનદાર ખેલાડીઓને સામેલ કર્યા છે


સંજૂ સેમસન

CSK એ આ સીઝનમાં સંજૂ સેમસન પર પોતાનો સૌથી મોટો દાવ લગાવ્યો છે. તેને રાજસ્થાન રોયલ્સ સાથે 18 કરોડની ટ્રેડ ડીલથી સામેલ કરવામાં આવ્યો છે. ગયા સીઝન સુધી રાજસ્થાનની કેપ્ટનશીપ કરનાર સંજૂ હવે CSK ને ટાઇટલ સુધી લઈ જવાનો પ્રયાસ કરશે.

રાહુલ ચહર

ભારતીય સ્પિનર ​​રાહુલ ચહર હવે CSK માટે રમતો જોવા મળશે. તે અગાઉ IPLમાં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ જેવી ટીમો માટે રમી ચૂક્યો છે. પરંતુ આ વર્ષે તે ચેન્નઈના સ્પિન ટ્રેક પર CSKને ટાઇટલ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખશે.

સરફરાઝ ખાન

ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાનને CSK એ 75 લાખની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો છે. સરફરાઝ અગાઉ IPLમાં RCB, પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ માટે રમી ચૂક્યો છે. સ્થાનિક સ્તરે મજબૂત પ્રદર્શન બાદ સરફરાઝ આ વર્ષે IPLમાં પાછો ફર્યો છે.

મેટ હેનરી

કીવી ફાસ્ટ બોલર મેટ હેનરીને 2 કરોડમાં CSKની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે અગાઉ IPLમાં લખનઉ સુપરજાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ જેવી ટીમો માટે રમી ચૂક્યો છે. હેનરી એક શાનદાર બોલર છે અને તેણે ન્યૂઝીલેન્ડ ટીમને દરેક ફોર્મેટમાં સફળતા અપાવી છે.

અકીલ હુસૈન

ચેન્નઈએ વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર સ્પિનર ​​અકીલ હુસૈનને પણ 2 કરોડમાં ખરીદ્યો છે. તે છેલ્લે 2023માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમ્યો હતો. અકીલ હુસૈનની પાવરપ્લે અને મધ્ય ઓવર બંનેમાં ઉત્તમ સ્પિન બોલિંગ રનને મર્યાદિત કરે છે.

આ પણ વાંચો - IPL 2026ની ટિકિટ બુક કરવી છે? ઓનલાઈન અને ઓફલાઈન આ રીતે થશે


  • Follow us on: