IPL 2026 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના ટ્રેનિંગ સેશનમાંથી ઘણા બધા વીડિયો સામે આવી રહ્યા છે. ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ટીમના યુવા વિકેટકીપર સાથે સમય વિતાવતો જોવા મળી રહ્યો છે.
એમએસ ધોની IPL 2026 માટે ચેન્નાઈ ટીમનો ભાગ છે, પરંતુ આ સિઝનમાં તે કેટલી મેચ રમશે તે અંગે કોઈ માહિતી નથી. ઘણા મીડિયા રિપોર્ટ મુજબ એમએસ ધોની આ સિઝનમાં મોટાભાગની મેચોમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમશે.
પ્રેક્ટિસ સેશન દરમિયાન એમએસ ધોની યુવા વિકેટકીપર સાથે સમય વિતાવ્યો
ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં એમએસ ધોની પ્રેક્ટિસ સેશન દરમિયાન તેની ટીમના બે યુવા વિકેટકીપરોને ટ્રેનિંગ આપતો જોવા મળે છે. એમએસ ધોનીએ CSKના કાર્તિક શર્મા અને ઉર્વિલ પટેલ સાથે ટ્રેનિંગ લેતા ઘણો સમય વિતાવ્યો, જેઓ ધોનીની સૂચનાઓ ધ્યાનથી સાંભળી રહ્યા હતા.
કાર્તિક શર્મા અને ઉર્વિલ પટેલ બંને વિકેટકીપર-બેટ્સમેન છે જે તેમની આક્રમક બેટિંગ માટે જાણીતા છે. તે જોવાનું રહેશે છે કે તેમને શરૂઆતની મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે કે નહીં.
આ સિઝનમાં સંજુ સેમસન પહેલી પસંદગીનો બની શકે છે વિકેટકીપર
IPL 2025 સુધી એમએસ ધોની ચેન્નાઈ માટે પહેલી પસંદગીનો વિકેટકીપર હતો. પરંતુ આ સિઝનમાં સંજુ સેમસનના આગમન સાથે, તેને આ ભૂમિકા સોંપવામાં આવી શકે છે. સંજુ સેમસન આ સિઝનમાં CSK માટે મુખ્ય વિકેટકીપર બેટ્સમેન હશે. પરંતુ જો સંજુને કોઈપણ મેચમાં આરામ આપવામાં આવે છે અથવા તે ઈજાગ્રસ્ત થાય છે, તો આ સ્થિતિમાં ઉર્વિલ પટેલ અથવા કાર્તિક શર્માને વિકેટકીપિંગની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
IPL 2025માં ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી, તેથી યલો આર્મી સ્વાભાવિક રીતે આ સિઝનમાં સારું પ્રદર્શન કરવા માગશે. વિકેટકીપર તરીકે ધોનીની વાત કરીએ તો તે એકમાત્ર વિકેટકીપર છે જેને IPLમાં 200થી વધુ કેચ લીધા છે.
ચેન્નાઈ છેલ્લી 2 સીઝનમાં ટોપ-4માં પહોંચવામાં નિષ્ફળ રહ્યું
છેલ્લી IPL સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પ્રદર્શનની વાત કરીએ તો તેઓએ લીગ સ્ટેજમાં કુલ 14 મેચ રમી હતી, જેમાં 4માં જીત મેળવી હતી અને 10માં હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ છેલ્લા બે સળંગ સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે. આ સિઝનમાં તેઓ પ્લેઓફમાં સ્થાન મેળવશે કે નહીં તે મેચ પછી ખબર પડશે.
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!