IPL 2026માં પ્લેઓફની રેસ હવે રોમાંચક વળાંક પર પહોંચી છે. દરેક ટીમ પોતાનું 100% આપી રહી છે. ટોચની ચાર ટીમોમાં સ્થાન મેળવવા માટે મેદાન પર જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે મેદાનની બહાર ચાહકો અને સેલિબ્રિટીઓનો ઉત્સાહ પણ આસમાને છે. તાજેતરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને હરાવીને ટેબલમાં પ્રથમ સ્થાન કબજે કર્યું છે. આ અગાઉ ગુજરાત ટાઇટન્સ (GT) નંબર વન પર હતું. ગઈકાલે, બિગ બોસની ભૂતપૂર્વ સ્પર્ધક અને પંજાબી કલાકાર શહેનાઝ ગિલ પણ મેચમાં હાજર રહી હતી, જ્યાં તે તેની પ્રિય ટીમ, RCB ને સપોર્ટ કરતી જોવા મળી હતી. હવે, અભિનેત્રીનો એક નવો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
શહેનાઝ ગિલ બની RCBની 'લકી ચાર્મ'
ગઈકાલની હાઈ-વોલ્ટેજ મેચમાં પંજાબી આઈકોન અને બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ સ્ટેડિયમમાં હાજર રહી હતી. પોતાની ફેવરિટ ટીમ RCBને સપોર્ટ કરતી શહેનાઝના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આઈપીએલનો ક્રેઝ દેખાયો. શહેનાઝે શેર કરેલા નવા વીડિયોને અપલોડ થયાના માત્ર 8 કલાકમાં 3.4 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે તે ટીમનો ઉત્સાહ વધારતી જોવા મળી હોય. અગાઉ પણ તેણે RCBની જર્સી પહેરીને જીતની ઉજવણી કરતી તસવીરો શેર કરી હતી. શહેનાઝ ગિલ પોતાના મનપંસદ ખેલાડીઓને ચિયર્સ કરવા હંમેશા સ્ટેડિયમમાં આવે છે.













