દેવદત્ત પડિક્કલે 26 બોલમાં 61 રન અને વિરાટ કોહલીની અણનમ અડધી સદીની મદદથી ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આઈપીએલ સીઝનની શરૂઆતમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છ વિકેટ જીત નોંધાવી છે. પડિક્કલ અને કોહલીએ બીજી વિકેટ માટે માત્ર 45 બોલમાં 101 રનની પાર્ટનરશીપની મદદથી આરસીબીએ 15.4 ઓવરમાં જ 202 રનનો ટાર્ગેટ ચેજ કરી લીધો હતો. ફિલ સોલ્ટ જલદી આઉટ થયા પછી કોહલી અને પડિક્કલે શાનદાર બેટિંગ કરી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું. મેચ પછી સનરાઇઝર્સ હૈદરાબાદના કાર્યકારી કેપ્ટન ઈશાન કિશને હાર સ્વીકારી હતી.
કેપ્ટન ઈશાન કિશને હાર સ્વીકારિ
RCB સામે 6 વિકેટથી હાર બાદ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ઈશાન કિશને હાર સ્વીકારતા પોતાની ટીમના પ્રદર્શન પર ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું, પહેલી 3-4 ઓવર પછી વિકેટ સારુ રમી રહી હતી. અમે શરૂઆતમાં કેટલીક વિકેટ જલદી ગુમાવી દીધી, જેથી અમારે આગામી મેચમાં ધ્યાન આપવું પડશે. બીજી ઇનિંગમાં બેટિંગ કરવી સરળ થઈ ગઈ હતી અને બેટ પર બોલ સારી રીતે આવી રહ્યો હતો. અમારે પોતાના શોટ સિલેક્સનમાં થોડું સ્માર્ટ બનવું પડશે.
પાવરપ્લેમાં RCBએ 76 રન બનાવી લીધા
દેવદત્ત પડિક્કલે ફાસ્ટ બોલર ડેવિડ પેનની એક ઓવરમાં બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે સ્પિનર હર્ષ દુબેને સતત ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. પડિક્કલે હર્ષલ પટેલને ચોગ્ગો ફટકારીને માત્ર 21 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. બીજી તરફ, કોહલીએ ફાસ્ટ બોલર જયદેવ ઉનાડકટ અને ઐશાન મલિંગાને આડે હાથ લીધા હતા. પાવરપ્લેમાં RCBએ 76 રન બનાવી લીધા હતા અને 100 રન 8.1 ઓવરમાં પૂરાં થઈ ગયા.ઈશાન કિશને આગળ કહ્યું કે શરૂઆતના ઝટકાઓ પછી ટીમે જે રીતે કમબેક કર્યું, એથી તેમને ઘણો આત્મવિશ્વાસ મળ્યો છે. તેમણે વિરાટ કોહલીની પ્રશંસા કરતા કહ્યું, "બેટ્સમેનને શ્રેય આપવું જોઈએ, ખાસ કરીને વિરાટ ભાઈને. ટાર્ગેટ ચેઝ કરતી વખતે તેમની વિકેટ વહેલી લેવી ખૂબ જરૂરી હોય છે, નહીં તો તેમને રોકવા અશક્ય છે. આ પહેલી મેચ હતી અને આવી ભૂલો ચાલે, પણ અમે અમારી બોલિંગ અને એક્યુરેટ એરિયામાં સુધારો કરીશું.
RCBના કેપ્ટનનું શાનદાર પ્રદર્શન
પડિક્કલને હેનરિક ક્લાસેનએ પેવેલિયન મોકલ્યો હતો, જેમણે હર્ષલની બોલ પર પહેલા લોંગ ઓન પર કોહલીનો કેચ છોડી દીધો હતો, ત્યારે કોહલી 28 રન પર રમતો હતો. કોહલીએ 33 બોલમાં અડધી સદી પૂરી કરી. RCBના કેપ્ટન રજત પાટીદારએ 12 બોલમાં 31 રન બનાવ્યા હતા. કોહલીએ અંતમાં 16મા ઓવરમાં હર્ષલના ચાર બોલ પર એક છગ્ગો અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા અને ટીમને જીત અપાવી.આ પહેલા, કાર્યકારી કેપ્ટન ઈશાન કિશનના 38 બોલમાં 80 રનની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદે 9 વિકેટ પર 201 રન બનાવ્યા. ઈશાન કિશને પોતાની ઇનિંગમાં 8 ચોખા અને 5 છક્કા ફટકાર્યા. તેમણે ચોથી વિકેટ માટે ક્લાસેન (31) સાથે 97 રનની ભાગીદારી કરી.
આ પણ વાંચો - IPL 2026: વાનખેડેમાં KKR vs MI વચ્ચે આજે ટક્કર, કોણ મારશે બાજી