IPL2026 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે.બધી ટીમોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે.આ બધા વચ્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ કેમ્પમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.કોલકાતા નાઈટ રાઈડર્સનો એક સ્ટાર ખેલાડી એક મોટા વિવાદમાં ફસાઈ ગયો છે.ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન,જેને KKR દ્વારા IPL2026ની હરાજીમાં રૂ25.20 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.તે તાજેતરમાં એક વિવાદાસ્પદ ઘટનાને કારણે હેડલાઇન્સમાં આવ્યો છે.


કેમેરોન ગ્રીન એક મોટા વિવાદમાં ફસાયો 

કેમેરોન ગ્રીન હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે.શેફિલ્ડ શીલ્ડ મેચ પછી મેચ પછીના ઇન્ટરવ્યુ દરમિયાન,ગ્રીન એક ઓસ્ટ્રેલિયન પત્રકાર સાથે દલીલમાં ફસાઈ ગયો,જેના કારણે તે ચર્ચામાં આવ્યો.આ ઘટના સિડનીમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને ન્યુ સાઉથ વેલ્સ વચ્ચે શેફિલ્ડ શીલ્ડ મેચ પછી બની.ગ્રીને આ મેચમાં 135 રનની શાનદાર સદી ફટકારી, જે ઓગસ્ટ પછી કોઈપણ ફોર્મેટમાં તેની પહેલી સદી છે.મેચ પછી,મીડિયાને પ્લેયર ઓફ ધ મેચ સાથે વાત કરવા માટે બોલાવવામાં આવ્યું.ગ્રીન શરૂઆતમાં ઉપલબ્ધ નહોતો,પરંતુ બાદમાં મેચ સંબંધિત પ્રશ્નો સુધી મર્યાદિત ટૂંકા ઇન્ટરવ્યૂ માટે સંમત થયો.

ફોર્મમાં પાછા ફરવા અંગે વાત કરી 

ઇન્ટરવ્યૂ દરમિયાન,તેણે ફોર્મમાં પાછા ફરવા અંગે વાત કરી કહ્યું કે તે સારું લાગ્યું અને ટીમની જીત માટે આશા વ્યક્ત કરી.જોકે, જ્યારે એક પત્રકારે તેના તાજેતરના બેટિંગ સંઘર્ષ વિશે પૂછ્યું, ત્યારે ગ્રીને જવાબ આપવાનો ઇનકાર કર્યો. ઇન્ટરવ્યૂ એક મિનિટ કરતા પણ ઓછો સમય ચાલ્યો. ગ્રીને સમયનો બગાડ કહીને ત્યાંથી જવાનો પ્રયાસ કર્યો.ત્યારબાદ પત્રકારે કહ્યું કે તે આખો દિવસ રાહ જોઈ રહ્યો હતો.જેના પર ગ્રીને કડક જવાબ આપ્યો,તમે મને કેમ નિશાન બનાવી રહ્યા છો

સહાયક કોચે માંગી માફી

દલીલ દરમિયાન, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના સહાયક કોચ બ્યુ કેસને દરમિયાનગીરી કરી અને પત્રકારની માફી માંગી. ગ્રીન ગયા પછી પરિસ્થિતિ શાંત થઈ ગઈ. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કેમેરોન ગ્રીન સામે પણ કાર્યવાહી કરી શકે છે.

આ પણ વાંચો - IPLમાં અમ્પાયરિંગના કેટલા પૈસા મળે છે,જાણો એક મેચની ફી!


  • Follow us on: