T20 વર્લ્ડકપ 2026ની પાંચમી મેચમાં નેપાળ અને ઈંગ્લેન્ડ આમને-સામને હતા. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડે નેપાળને 185 રનનો ટાર્ગેટ આપ્યો.
ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન જોસ બટલર પાસે ઘણી આશાઓ હતી, તે મોટી ઈનિંગ આપી શક્યો નહીં. બટલરે 17 બોલમાં 26 રન બનાવ્યા.
જોસ બટલરે મહેલા જયવર્ધનેને છોડ્યો પાછળ
પોતાની 26 રનની ઈનિંગ સાથે જોસ બટલરે શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટ દિગ્ગજ મહેલા જયવર્ધનેને T20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે પાછળ છોડ્યો. બટલરના હવે 36 T20 વર્લ્ડકપ મેચમાં 1,039 રન છે. જયવર્ધને 31 મેચોમાં 1,016 રન બનાવ્યા છે. બટલર હવે રોહિત શર્મા અને વિરાટ કોહલીના રેકોર્ડને નિશાન બનાવી રહ્યો છે. આ બંને બેટ્સમેન હાલમાં T20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારા ટોપના 2 બેટ્સમેનોમાં છે.
જોશ બટલર પાસે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવાની તક
T20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, તેને 35 મેચમાં 1,292 રન બનાવ્યા છે. રોહિત શર્માએ 47 મેચમાં 1,220 રન બનાવ્યા છે. કોહલીનો રેકોર્ડ તોડવા માટે બટલરને આ વર્લ્ડકપમાં 254 વધુ રન બનાવવા પડશે. રોહિતને પાછળ છોડી દેવા માટે ઈંગ્લેન્ડના આ બેટ્સમેનને 181 રન બનાવવા પડશે. બટલર આ વર્લ્ડકપમાં વિરાટનો રેકોર્ડ તોડી શકશે કે નહીં તે જોવાનું રહેશે.
T20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન
વિરાટ કોહલી (ભારત) - 35 મેચ, 1292 રન
રોહિત શર્મા (ભારત) – 47 મેચ, 1220 રન
જોસ બટલર (ઈંગ્લેન્ડ) – 36 મેચ, 1039 રન
મહેલા જયવર્દને (શ્રીલંકા) – 31 મેચ, 1016 રન
ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) – 41 મેચ, 984 રન
ઈંગ્લેન્ડે 4 રનથી મેચ જીતી
ઈંગ્લેન્ડે નેપાળ પર 4 રનથી વિજય સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી. 185 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ નેપાળ 20 ઓવરમાં માત્ર 184 રન જ બનાવી શક્યું.
આ પણ વાંચો: Pakistanની શાન આવી ઠેકાણે, ભારત સામે રમશે મેચ! શ્રીલંકાના આગ્રહ પર PCB સરકાર સાથે કરશે વાત