ઝિમ્બાબ્વેનો પ્રવાસ ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરી માટે શાનદાર રહ્યો. 2 મેચની ટેસ્ટ સિરીઝમાં મેટ હેનરીએ બે વાર એક ઈનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી અને હવે તે એક મોટો વિશ્વ રેકોર્ડ તોડવાની ખૂબ નજીક છે.


મેટ હેનરીએ ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ સિરીઝમાં કુલ 16 વિકેટ લીધી હતી જેમાં તેની એવરેજ માત્ર 9.13 હતી. ન્યુઝીલેન્ડની ટીમ આ ટેસ્ટ સિરીઝની બંને મેચ સરળતાથી જીતવામાં અને ક્લીન સ્વીપ કરવામાં સફળ રહી હતી.

મેટ હેનરી તોડશે આ મોટો રેકોર્ડ

મેટ હેનરી વિશે વાત કરીએ તો તે ટેસ્ટ ક્રિકેટમાં સતત ઈનિંગમાં ઓછામાં ઓછી એક વિકેટ લેવાના સંદર્ભમાં કાગીસો રબાડા સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. મેટ હેનરી છેલ્લી 38 ટેસ્ટ ઈનિંગમાં બોલિંગ કરતી વખતે વિકેટ લેવામાં સફળ રહ્યો છે. ડેનિસ લિલી અને વકાર યુનિસ ટેસ્ટ ઈતિહાસમાં સતત ઈનિંગમાં સૌથી વધુ વખત વિકેટ લેવાના સંદર્ભમાં ટોપ પર છે, જેમાં બંનેએ 41-41 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે.

ટેસ્ટ ક્રિકેટમાં સતત ઈનિંગમાં વિકેટ લેનારા બોલરો

બોલરઈનિંગ
ડેનિસ લીલી41
વકાર યુનિસ41
મેટ હેનરી38
કાગીસો રબાડા38

મેટ હેનરીને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર મળશે રેકોર્ડ તોડવાની તક

ન્યુઝીલેન્ડની ટીમે ડિસેમ્બર 2025 ના અંતમાં ઘરેલુ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ સામે તેની આગામી ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં મેટ હેનરી પાસે આ વર્લ્ડ રેકોર્ડ તોડવા અને તેને પોતાનો બનાવવાનો મોકો હશે, જેમાં તે ડેનિસ લિલી અને વકાર યુનિસ બંનેને પાછળ છોડી શકે છે. મેટ હેનરી પહેલાથી જ ન્યુઝીલેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સતત ઈનિંગમાં વિકેટ લેવાનો ટિમ સાઉથીનો રેકોર્ડ તોડી ચૂક્યો છે, જેને 33 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.

  • Follow us on: