ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંતે પોતાની તોફાની બેટિંગથી ઘણા લોકોને દિવાના બનાવ્યા છે. તેને ટીમ ઈન્ડિયા માટે બધા ફોર્મેટમાં જોરદાર બેટિંગ કરી છે. તાજેતરમાં ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી મેથ્યુ હેડનની પુત્રીએ ભારતીય સ્ટાર ખેલાડી વિશે એક મોટી વાત કહી છે.
મેથ્યુ હેડનની પુત્રીએ જણાવ્યું છે કે તે રિષભ પંતને ખૂબ પસંદ કરે છે. રિષભ પંત વિશે વાત કરીએ તો તે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળ્યો હતો. આ સિરીઝમાં પણ તેને ખૂબ જ સારી બેટિંગ કરી અને ઈંગ્લેન્ડના બોલર્સને હેરાન કર્યા
ગ્રેસ હેડને કર્યો મોટો ખુલાસો
મેથ્યુ હેડનની પુત્રીનું નામ ગ્રેસ હેડન છે. એક વીડિયોમાં તેને પૂછવામાં આવ્યું હતું કે કેએલ રાહુલ અને રિષભ પંત વચ્ચે કોણ સારો ખેલાડી છે. ગ્રેસે આનો જવાબ આપ્યો કે રિષભ પંત. મારા દિલમાં તેના માટે ખાસ સ્થાન છે.
રિષભ પંત જે રીતે ઘાયલ થયો અને પછી પરત ફર્યો તે મને ખરેખર ગમ્યું. આ એક મોટો મુદ્દો છે. પગમાં ઈજા હોવા છતાં તે બેટિંગ કરવા આવ્યો જે એક મોટી વાત છે.
રિષભ પંત થયો ઈજાગ્રસ્ત
ગ્રેસ હેડને આ વાત એટલા માટે કહી કારણ કે ભારતીય ખેલાડીને ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ દરમિયાન પગમાં ઈજા થઈ હતી. ક્રિસ વોક્સનો એક બોલ તેના પગમાં વાગ્યો હતો જેના કારણે તેને તાત્કાલિક મેદાન છોડી દેવું પડ્યું હતું.
ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે તેને આ ઈજા થઈ હતી. હોસ્પિટલમાં તપાસ કરતા જાણવા મળ્યું કે મજબૂત બેટ્સમેનની ઈજા ખૂબ ગંભીર છે અને તેના માટે બેટિંગ કરવી ખૂબ મુશ્કેલ લાગે છે. પરંતુ તેમ છતાં રિષભ પંતે રમતના બીજા દિવસે બેટિંગ કરી અને તેની ટીમ માટે કિંમતી અડધી સદી ફટકારી. રિષભ પંતે આ ટેસ્ટ સિરીઝમાં 4 મેચમાં 68.43 ની એવરેજથી 469 રન બનાવ્યા.
DPL 2025 માં ધૂમ મચાવી રહી છે ગ્રેસ હેડન
ગ્રેસ હેડનને દિલ્હી પ્રીમિયર લીગ 2025 માં ટુર્નામેન્ટની એન્કર બનાવવામાં આવી છે અને તેણે અત્યાર સુધી પોતાનું કામ સારી રીતે કર્યું છે. આ પહેલા તેણે સ્ટાર સ્પોર્ટ્સ તરફથી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 ને પણ કવર કર્યું હતું. દિલ્હી પ્રીમિયર લીગ 2025 ટુર્નામેન્ટ વિશે વાત કરીએ તો તે 2 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે.