પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ લાંબા સમય પછી તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝ સાથે સગાઈ કરી છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આ માટે જ્યોર્જિના રોડ્રિગ્ઝને પ્રપોઝ કર્યું અને જ્યોર્જિનાએ રોનાલ્ડોનું પ્રપોઝલ સ્વીકારી લીધું છે.


સગાઈ દરમિયાન રોનાલ્ડોએ તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિનાને લગભગ 41 કરોડ રૂપિયાની ડાયમંડની રિંગ પહેરાવી. પરંતુ આ તેની સત્તાવાર કિંમત નથી, ફક્ત અંદાજિત કિંમત છે. જ્યોર્જિનાએ સોશિયલ મીડિયા પર રિંગનો ફોટો શેર કર્યો છે.

રિંગની કિંમતનો અંદાજ લગાવી રહ્યા છે એક્સપર્ટ

સોશિયલ મીડિયા પર જ્યોર્જિનાએ રિંગનો ફોટો શેર કરતાની સાથે જ ફેન્સ અને જ્વેલરી એક્સપર્ટે તેની કિંમતનો અંદાજ લગાવવાનું શરૂ કરી દીધું. પરંતુ રિંગની કોઈ ઓફિશિયલ કિંમત આપવામાં આવી નથી. બ્રાયોની રેમન્ડના મતે રિંગમાં રહેલા ડાયમંડ 25 થી 30 કેરેટનો હોઈ શકે છે.


રિંગની લંબાઈ 5 સેન્ટિમીટર સુધી હોવાનું કહેવાય છે. રિંગની અંદર એક અંડાકાર હીરો છે અને વચ્ચે 2 રત્નો જડેલા છે. લોરિયલ ડાયમંડ્સના લૌરા ટેલરે માને છે કે વીંટીની ન્યૂનતમ કિંમત 2 મિલિયન યુએસ ડોલર હોઈ શકે છે.

5 બાળકોના માતા-પિતા છે રોનાલ્ડો અને જ્યોર્જિના

મીડિયા રિપોર્ટ મુજબ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જ્યોર્જિના રોડ્રિગ્ઝ પહેલી વાર 2016 માં મળ્યા હતા. બંને ગુચી સ્ટોરમાં મળ્યા હતા જ્યાં જ્યોર્જિના કામ કરતી હતી. આ પછી બંને મળવા લાગ્યા અને સારા મિત્રો બની ગયા.

આ પછી રોનાલ્ડો અને જ્યોર્જિનાએ સાથે રહેવાનું નક્કી કર્યું. ત્યારથી તે બંને સાથે રહે છે. અત્યાર સુધી બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા નથી, પરંતુ બંનેને 5 બાળકો છે. જ્યોર્જિના રોડ્રિગ્ઝ એક મોડેલ છે.

  • Follow us on: