BCCIએ તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. શુભમન ગિલ ત્રણ મેચની વનડે સિરીઝમાં ટીમનું નેતૃત્વ કરશે. આ દરમિયાન શ્રેયસ ઐયરને સિરીઝ માટે વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન શ્રેયસ ઐયરને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.
હકીકતમાં ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેયસ પહેલા શ્રેયસ ઐયરને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. શ્રેયસ ઐયરને અચાનક ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શ્રેયસ ઐયરને વિજય હજારે ટ્રોફીમાં મુંબઈની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.
આ પહેલા શાર્દુલ ઠાકુર વિજય હજારે ટ્રોફીમાં મુંબઈની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. હવે શ્રેયસ ઐયર તેના સ્થાને ટીમની કમાન સંભાળશે. ઈજાને કારણે શાર્દુલ ઠાકુર આ પ્રતિષ્ઠિત ઘરેલુ 50-ઓવરની ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. શ્રેયસ ઐયરને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
મુંબઈ શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં બાકીની લીગ સ્ટેજ મેચ રમશે?
મુંબઈ ક્રિકેટ એસોસિએશને 5 જાન્યુઆરીના રોજ એક નિવેદનમાં આ માહિતી જાહેર કરી. MCA એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે વિજય હજારે ટ્રોફીની બાકીની લીગ મેચો માટે શ્રેયસ ઐયરને મુંબઈ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરતા આનંદ થાય છે. શાર્દુલ ઠાકુર બાદ ટીમ મેનેજમેન્ટે અનુભવી મિડલ-ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર પર વિશ્વાસ મૂક્યો છે.
શ્રેયસ ઐયર પાસે સ્થાનિક અને ઈન્ટરનેશનલ લેવલે કેપ્ટનશીપનો અનુભવ છે, જે ટુર્નામેન્ટની મહત્વપૂર્ણ મેચોમાં મુંબઈને મજબૂતી પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.
BCCI તરફથી ગ્રીન સિગ્નલની રાહ
VHT લીગ સ્ટેજ પછી શ્રેયસ ઐયરનું કેપ્ટન તરીકે ચાલુ રહેવું તેના પર નિર્ભર રહેશે કે BCCI તેને ઈન્ટરનેશનલ ફરજ માટે યોગ્ય જાહેર કરે છે કે નહીં. શ્રેયસ ઐયરને 11 જાન્યુઆરીથી બરોડામાં શરૂ થનારી ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
તાજેતરમાં ODI ટીમની જાહેરાત કરતી વખતે BCCI એ જણાવ્યું હતું કે શ્રેયસ ઐયરની ફિટનેસનું મૂલ્યાંકન સેન્ટર ઓફ એક્સેલન્સમાં કરવામાં આવશે અને જો ફિટ જાહેર કરવામાં આવશે, તો તેને ODI ટીમમાં સામેલ કરવામાં આવશે. જો શ્રેયસ ઐયરને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરવાની મંજૂરી મળે છે, તો ક્રિકેટ એસોસિએશનને 12 જાન્યુઆરીથી શરૂ થનારી VHT નોકઆઉટ્સ માટે રિપ્લેસમેન્ટ કેપ્ટનની નિમણૂક કરવી પડશે. MCA સેક્રેટરી ઉન્મેશ ખાનવિલકરે કહ્યું કે "પરિસ્થિતિ સ્પષ્ટ થયા પછી અમે નિર્ણય લઈશું." શ્રેયસ બાકીની બે લીગ મેચોમાં ટીમનું નેતૃત્વ કરશે.
આ પણ વાંચો: KKR માં થી રિલીઝ થયા બાદ મુસ્તફિઝુર રહેમાને તોડ્યું મૌન, કહ્યું - ‘જો તે…’