RCBના IPL વિજેતા કેપ્ટન રજત પાટીદાર હવે એક વિચિત્ર કેસમાં ફસાઈ ગયો છે. જેના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન પાટીદારનો છત્તીસગઢના એક યુવક સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ કેસમાં દિગ્ગજ વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સનું નામ પણ સામેલ છે. આ મામલો ઉકેલવા માટે રજત પાટીદારને આખરે પોલીસ કેસ દાખલ કરવો પડ્યો. પરંતુ કેસની સંપૂર્ણ વિગતો જાણ્યા પછી, ફેન્સ હસવાનું રોકી શકતા નથી.
રજત પાટીદાર સાથે થઈ મોટી ગેમ
મીડિયા રિપોર્ટ્સ મુજબ રજત પાટીદારનો જૂનો નંબર 90 દિવસથી વધુ સમયથી નિષ્ક્રિય હતો. જેના કારણે આ નંબર છત્તીસગઢના ગારિયાબંધ જિલ્લાના યુવક મનીષને આપવામાં આવ્યો હતો. મનીષે જૂનના અંતમાં રિલાયન્સ જિયો સિમ કાર્ડ એક્ટિવેટ કર્યું.
સિમ એક્ટિવેટ થયાના થોડા દિવસો પછી મનીષ અને તેના મિત્ર ખેમરાજે નવા નંબરની વોટ્સએપ પ્રોફાઈલ ઈમેજમાં પાટીદારનો ફોટો જોયો. થોડા દિવસો પછી આ નંબર પર વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સના ફોન આવવા લાગ્યા. તે આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો, તેને લાગ્યું કે તે મજાક છે. મનીષ અને ખેમરાજ બંનેને આ નંબરનું મહત્વ ખબર ન હતી.
રજત પાટીદારે પોલીસ કેસ કરવાની આપી ધમકી
RCBના કેપ્ટન રજત પાટીદારે પાછળથી મનીષને ફોન કરીને પોતાનો નંબર માગ્યો, જેનાથી તે હેરાન થઈ ગયો. રજત પાટીદારે પણ પોતાના નંબર પાછળનું કારણ સમજાવ્યું. જેના પર મનીષ અને ખેમરાજે મજાકમાં પાટીદારને કહ્યું કે 'હમ ધોની બોલા રહે હૈં....'. ત્યારબાદ પાટીદારે તેમની સામે પોલીસ કેસ કરવાની ધમકી આપી.
આગામી 10 મિનિટમાં જ્યારે રજત પાટીદારના કહેવા પર પોલીસ મનીષ પાસે પહોંચી, ત્યારે તેને આખો મામલો સમજાઈ ગયો. ત્યારબાદમાં રજત પાટીદારે સિમ કાર્ડ પાછું મેળવ્યું.