ન્યુઝીલેન્ડ સામે 2-1થી ODI સિરિઝ ગુમાવ્યા બાદ ફેન્સ ભારતી ટીમમાં ફેરફારોની માગ કરી રહ્યા છે. આનાથી ટીમમાં કેટલાક ખેલાડીઓના સ્થાન અંગે ગંભીર સવાલો ઉભા થયા છે, જેમાં અનુભવી સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો પણ સમાવેશ થાય છે.


રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન ODI ફોર્મેટમાં ખૂબ જ ખરાબ રહ્યું છે. આનાથી એક ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ એક મોટું નિવેદન આપ્યું છે. તે પૂછી રહ્યો છે કે શું રવિન્દ્ર જાડેજાએ તેની છેલ્લી મેચ રમી છે.

રવિન્દ્ર જાડેજાના પ્રદર્શનને લઈને સવાલો

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ODI ટીમમાં પરત ફર્યો, પરંતુ તે તેની વાપસીનો લાભ લેવામાં નિષ્ફળ ગયો, બધી 6 મેચોમાં પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયો. આનાથી હવે ટીમમાં તેના સ્થાન પર સવાલો ઉભા થયા છે. રવિન્દ્ર જાડેજાએ 2024થી 13 ODI રમી છે, જેમાં તેને 34.25 ની એવરેજથી ફક્ત 137 રન બનાવ્યા છે.


રવિન્દ્ર જાડેજાએ 45.16ની એવરેજથી 12 વિકેટ પણ લીધી છે. આ દરમિયાન અક્ષર પટેલના ODI રેકોર્ડમાં પણ સુધારો થયો છે. અક્ષર પટેલ બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરી રહ્યો છે, જ્યારે ટીમ મેનેજમેન્ટ જૂનમાં આગામી ODI સિરિઝ માટે ટીમ બનાવશે, ત્યારે શું રવિન્દ્ર જાડેજા પર ફરી એકવાર વિશ્વાસ કરવામાં આવશે?

શ્રીવત્સ ગોસ્વામીએ આપ્યું મોટું નિવેદન

2008ના અંડર-19 વર્લ્ડકપમાં વિરાટ કોહલી સાથે રમનાર શ્રીવત્સ ગોસ્વામીએ હવે રવિન્દ્ર જાડેજા વિશે એક મહત્વપૂર્ણ સવાલ ઉઠાવ્યો છે. રવિન્દ્ર જાડેજા વિશે બોલતા ગોસ્વામીએ કહ્યું કે "રવિન્દ્ર જાડેજા છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત માટે એક મજબૂત ખેલાડી અને મેચ વિજેતા રહ્યો છે, પરંતુ શું તમને લાગે છે કે આ ભારતમાં તેની છેલ્લી વનડે હોઈ શકે છે? તે શાંતિથી જતા પહેલા આપણે તેનું સેલિબ્રેશન કરવું જોઈએ, કારણ કે ભારતની આગામી વનડે જૂનમાં ઈંગ્લેન્ડ સામે છે."

આ પણ વાંચો: IND Vs NZ: કેવી રીતે હારી ગઈ ટીમ ઈન્ડિયા? આ છે મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ


  • Follow us on: