ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ODI સિરીઝ ચાલી રહી છે. સિરીઝની બીજી મેચ 14 જાન્યુઆરીએ રાજકોટમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે પહેલી બેટિંગ કરી હતી. ઓપનર રોહિત શર્મા બીજી મેચમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો.


રોહિત શર્મા મોટી ઈનિંગ રમવાથી ચૂકી ગયો. આમ છતાં હિટમેને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. તેને એશિયન ધરતી પર એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

સચિન-વિરાટના ક્લબમાં રોહિતની એન્ટ્રી

રોહિત શર્મા હવે એશિયન ધરતી પર વનડેમાં 7,000 રન બનાવનાર સાતમો બેટ્સમેન બની ગયો છે. રોહિત પહેલા એમએસ ધોનીએ આ સિદ્ધિ મેળવી હતી. તેને એશિયન ધરતી પર વનડેમાં 7,103 રન બનાવ્યા છે. હવે રોહિત શર્મા પણ 7,019 રન સાથે આ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે.

એશિયાઈ ધરતી પર વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી સચિન તેંડુલકર છે, જેને 12,067 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 9,121 રન સાથે બીજા નંબરે છે. સનથ જયસૂર્યા 8,448 રન સાથે ત્રીજા નંબરે છે.

ધીમી ઈનિંગ રમીને હિટમેન થયો આઉટ

રોહિત શર્મા સામાન્ય રીતે ઝડપથી રન બનાવવા માટે જાણીતો છે. પરંતુ ન્યુઝીલેન્ડ સામેની બીજી મેચમાં તેને ધીમી બેટિંગ કરી, 38 બોલમાં 4 ચોગ્ગા ફટકારીને ફક્ત 24 રન બનાવ્યા. આ પહેલા રોહિતે પહેલી વનડેમાં 29 બોલમાં 26 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 284 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા તરફથી શુભમન ગિલે અડધી સદી ફટકારી. તેને 53 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા. કેએલ રાહુલે પણ શાનદાર અણનમ સદી ફટકારી, 92 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 112 રન બનાવ્યા. ન્યુઝીલેન્ડને જીતવા માટે 285 રન બનાવવા પડશે.

એશિયન ધરતી પર ODIમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન

ખેલાડીટીમરન
સચિન તેંડુલકરભારત12,067
વિરાટ કોહલીભારત9,121
સનથ જયસૂર્યાશ્રીલંકા8,448
કુમાર સંગાકારાશ્રીલંકા8,249
મહેલા જયવર્ધનેશ્રીલંકા7,342
એમએસ ધોનીભારત7,103
રોહિત શર્માભારત7,019

આ પણ વાંચો: KL Rahulએ રાજકોટમાં વર્ષની પોતાની પહેલી વનડે સદી ફટકારી, મોહમ્મદ અઝહરુદ્દીનને છોડ્યો પાછળ

  • Follow us on: