ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા હવે વનડેમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે નહીં. આ મહત્વપૂર્ણ જવાબદારી શુભમન ગિલને સોંપવામાં આવી છે. ફેન્સ વિચારી રહ્યા હતા કે રોહિતને કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો.


મીડિયા રિપોર્ટ મુજબ એક નવો અહેવાલ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ગૌતમ ગંભીર અને અજિત અગરકરે સાથે મળીને આ નિર્ણય લીધો હતો. બીસીસીઆઈના એક સૂત્રએ રોહિતને હટાવવા પાછળનું સાચું કારણ પણ જાહેર કર્યું છે.

સિલેક્ટર્સે રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ કેમ છીનવી લીધી?

બીસીસીઆઈના એક સૂત્રએ મીડિયા સાથે વાત કરી અને ખુલાસો કર્યો કે ટીમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈના સૂત્રએ જણાવ્યું હતું કે "આ નિર્ણય ગૌતમ ગંભીર અને અજિત અગરકર દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવ્યો છે.


વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે બે વર્ષ પછી એક જ સ્તરે રમવાનું ચાલુ રાખવું મુશ્કેલ બનશે, કારણ કે બંને 40 વર્ષની ઉંમરની નજીક છે. તેઓ ઈચ્છતા ન હતા કે રોહિત કે કોહલી ખરાબ સ્થિતિમાં રહે અને અટવાઈ જાય. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે પસંદગી પહેલાં નિવૃત્તિ લેવાનો તેમનો નિર્ણય તેનું ઉદાહરણ છે. ટીમે જસપ્રીત બુમરાહ વિના પણ ચેમ્પિયન્સ ટ્રોફી અને ઈંગ્લેન્ડ સામે બે ટેસ્ટ જીતી હતી."

રોહિત શર્માને કેમ હટાવવામાં આવ્યો?

બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની હાર બાદ ગૌતમ ગંભીરે કઠિન નિર્ણયો લેવાનું શરૂ કર્યું હતું. તેમને વધુમાં કહ્યું હતું કે રોહિત હવે ફક્ત વનડે રમે છે, અને આનાથી ટીમ ઈન્ડિયાની સંસ્કૃતિ પર અસર પડી શકે છે. તેમને કહ્યું કે "રોહિત શર્મા જેવા ખેલાડીની નેતૃત્વની ભૂમિકા હોય છે, જેનો અર્થ એ છે કે ડ્રેસિંગ રૂમમાં તેની સ્ટાઈલ પ્રબળ રહેશે. તે ફક્ત વનડે જ રમે છે, જે સૌથી ઓછું રમાતું ફોર્મેટ છે. આનાથી ટીમની સંસ્કૃતિ પર અસર પડી શકે છે. ગૌતમ ગંભીરે તેમના કાર્યકાળના પહેલા 6 મહિનામાં ટેસ્ટ અને વનડેથી દૂર રહ્યા, પરંતુ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ તેમને કઠિન નિર્ણયો લેવા પડ્યા."


  • Follow us on: