એબી ડી વિલિયર્સનું નામ હજુ પણ આઈપીએલ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના સૌથી મોટા મેચ વિજેતાઓમાં આવે છે. આ ખેલાડીએ પોતાના દમ પર RCB માટે ઘણી મેચ જીતી છે. એબી ડી વિલિયર્સની નિવૃત્તિના 5 વર્ષ પછી પણ ફ્રેન્ચાઈઝીને હજુ સુધી તેના જેવો સ્ટાર ખેલાડી મળ્યો નથી.


એબી ડી વિલિયર્સના RCBમાં વાપસીના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેના પર આ દિગ્ગજ બેટ્સમેને હવે પોતે જ પ્રતિક્રિયા આપી છે.

એબી ડી વિલિયર્સે આરસીબીમાં પાછા ફરવા અંગે કરી વાત

એબી ડી વિલિયર્સે આઈપીએલ 2021 પછી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી ટીમને આ સુપરસ્ટાર ખેલાડીની ખોટ સાલતી રહી છે. આરસીબીમાં પાછા ફરવાના સવાલ પર એબી ડી વિલિયર્સે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે 'કદાચ હું ભવિષ્યમાં આઈપીએલમાં કોઈ અન્ય ભૂમિકામાં જોડાઈશ, પરંતુ વ્યાવસાયિક રીતે આખી સીઝન માટે પ્રતિબદ્ધ રહેવું ખરેખર મુશ્કેલ છે અને તેમને લાગે છે કે તે દિવસો હવે પૂરા થઈ ગયા છે, પરંતુ તમે ક્યારેય ના કહી શકતા નથી.


મારું દિલ આરસીબી સાથે છે અને હંમેશા રહેશે. તેથી જો ફ્રેન્ચાઇઝને લાગે છે કે મારા માટે કોઈ ભૂમિકા છે (કોચ અથવા માર્ગદર્શક તરીકે), જ્યારે મારો સમય યોગ્ય અને તૈયાર હશે, તો તે ચોક્કસપણે આરસીબી હશે.'

એબી ડી વિલિયર્સનું આઈપીએલ કરિયર રહ્યું છે શાનદાર

એબી ડી વિલિયર્સે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ (દિલ્હી કેપિટલ્સ) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે રમી છે. જ્યાં તેને 184 મેચમાં 5162 રન બનાવ્યા છે. એબીએ આ દરમિયાન 39.70 ની એવરેજથી રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 151.68 રહ્યો છે. એબી ડી વિલિયર્સે આરસીબી માટે 157 મેચ રમી છે. જેમાં તેને 41.10 ની એવરેજથી 4522 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 158.33 રહ્યો છે. એબી ડી વિલિયર્સે આરસીબી માટે 2 સદી અને 37 અડધી સદી પણ ફટકારી છે.


  • Follow us on: