મહિલા વર્લ્ડકપ ફાઈનલમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ શેફાલી વર્માને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. તેણે ભારતને પહેલા વર્લ્ડકપ જીત અપાવી અને હવે તેને એક મોટા સારા સમાચાર મળ્યા છે.


શેફાલી વર્માને સિનિયર મહિલા ઈન્ટર-ઝોનલ T20 ટ્રોફીની કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તે નોર્થ ઝોનની કેપ્ટનશીપ કરશે. સિનિયર મહિલા ઈન્ટર-ઝોનલ T20 ટ્રોફી 4 નવેમ્બરથી શરૂ થશે. તે નાગાલેન્ડ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં સવારે 10 વાગ્યે રમાનારી પહેલી મેચમાં સાઉથ ઝોન સામે રમશે.

શેફાલીની કેપ્ટનશીપમાં રમશે આ ખેલાડીઓ

શેફાલી વર્માની કેપ્ટન્સીમાં આરાધના બિષ્ટ, બવનદીપ કૌર, દિયા યાદવ, હરલીન દેઓલ, નજમા સુલતાના અને નીના ચૌધરી રમતા જોવા મળશે. આ સિવાય શ્વેતા શેરાવત, અમનદીપ કૌર, આયુષી સોની, નીતુ સિંહ, શિવાની સિંહ, તાન્યા ભાટિયા અને અનન્યા શર્મા પણ ટીમમાં સામેલ છે. કોમલપ્રીત કૌર, મન્નત કશ્યપ, મારિયા નૂરેન, પારુણિકા સિસોદિયા, સોની યાદવ અને સુમન ગુલિયા પણ ટીમમાં સામેલ છે.

સિનિયર મહિલા ઈન્ટર ઝોન T20 ટ્રોફી શેડ્યૂલ

સિનિયર મહિલા ઈન્ટર-ઝોન T20 ટ્રોફીમાં કુલ છ ટીમો ભાગ લઈ રહી છે. સેન્ટ્રલ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થઈસ્ટ ઝોન, નોર્થ ઝોન, સાઉથ ઝોન અને વેસ્ટ ઝોનની ટીમો ભાગ લેશે. 4 નવેમ્બરથી શરૂ થનારી આ ટુર્નામેન્ટ 14 નવેમ્બર સુધી ચાલુ રહેશે. બધી મેચો નાગાલેન્ડ ક્રિકેટ એસોસિએશનમાં યોજાશે.

મહિલા વર્લ્ડકપમાં શેફાલી વર્માનું શાનદાર પ્રદર્શન

શેફાલી વર્માની વાત કરીએ તો તેણે મહિલા વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેને વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવામાં આવી ન હતી, પરંતુ પ્રતિકા રાવલના ઈજાગ્રસ્ત થયા પછી તે સેમીફાઈનલ પહેલા જ ટીમમાં જોડાઈ ગઈ. શેફાલી વર્મા સેમીફાઈનલમાં નિષ્ફળ ગઈ, પરંતુ ફાઈનલમાં તેણે 78 બોલમાં 87 રન બનાવ્યા અને 2 વિકેટ લીધી. આ પ્રદર્શનને કારણે ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું.


  • Follow us on: