11 જાન્યુઆરી વડોદરા માટે ખૂબ જ ખાસ દિવસ બનવાનો છે. આ શહેર તેના લોકો અને તેના ક્રિકેટ સંગઠન માટે એક ઐતિહાસિક દિવસ બનવાનો છે. વર્ષોની રાહ જોયા પછી ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આ ફેમસ શહેરમાં પરત ફરી રહી છે અને તે પણ એક નવા સ્ટેડિયમમાં જે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી ODI ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રમાશે.


પરંતુ વડોદરાના રહેવાસીઓ અને લોકો જેટલા એક્સાઈટેડ છે, એટલા જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ એક્સાઈટેડ છે. ટીમના કેપ્ટન શુભમન ગિલે સ્ટેડિયમમાં પોતાનું મનપસંદ સ્થળ પણ જાહેર કર્યું.

નવા સ્ટેડિયમમાં ગિલને શું ગમ્યું?

રવિવારની મેચના એક દિવસ પહેલા 10 જાન્યુઆરીના રોજ BCCIએ વડોદરાના કોટંબી સ્ટેડિયમ વિશે એક વીડિયો પોસ્ટ કર્યો. તેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ સ્ટેડિયમ વિશે પોતાની શરૂઆતની પસંદ અને નાપસંદ શેર કરી. ભારતીય કેપ્ટન ગિલે સ્ટેડિયમની સુવિધાઓની પ્રશંસા કરી અને તેને સુંદર ગણાવ્યું. પરંતુ ગિલનો મનપસંદ ભાગ તેનો ડ્રેસિંગ રૂમ હતો.

ટીમ ઈન્ડિયામાં સંપૂર્ણ રીતે ફિટ થઈને પાછા ફરેલા કેપ્ટન ગિલે કહ્યું કે "સ્ટેડિયમ અદ્ભુત છે. સુવિધાઓ સારી છે અને ડ્રેસિંગ રૂમ વિશાળ છે. કોઈપણ સ્ટેડિયમમાં આપણે સૌથી પહેલા જે જોઈએ છીએ તે ડ્રેસિંગ રૂમ છે. અમને બધાને તે ખરેખર ગમ્યું. મેદાન પણ ખૂબ જ સુંદર લાગે છે."


શુભમન ગિલ પહેલી વાર ભારતમાં કરશે કેપ્ટનશીપ

શુભમન ગિલ ફક્ત ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો નથી, પરંતુ પહેલીવાર ભારતીય ધરતી પર ODI ક્રિકેટમાં પણ ટીમની કેપ્ટનશીપ કરશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ODI સિરીઝમાં કેપ્ટનશીપ ડેબ્યૂ કર્યા પછી શુભમન ગિલ સાઉથ આફ્રિકા સિરીઝ ચૂકી ગયો. તેથી આ સિરીઝ ભારતીય કેપ્ટન માટે વધુ ખાસ છે. આને લઈને કોમેન્ટ કરતા શુભમન ગિલે કહ્યું કે "ભારતમાં કેપ્ટન તરીકે આ મારી પહેલી ODI સિરીઝ છે, તેથી હું ખૂબ જ એક્સાઈટેડ છું અને આ પડકાર માટે આતુર છું. બધાએ ઘરેલુ ક્રિકેટ રમી છે અને સારા ફોર્મમાં હોવાનું જણાય છે, અને હું ન્યુઝીલેન્ડ સામે રમવા માટે ઉત્સુક છું."

જયસ્વાલ-પ્રસિદ્ધ પણ સ્ટેડિયમથી ખુશ

ફક્ત ગિલ જ નહીં, પરંતુ સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલને પણ સ્ટેડિયમ ગમ્યું અને તેને ડ્રેસિંગ રૂમની પ્રશંસા કરી. યશસ્વી જયસ્વાલે રિકવરી રૂમની પણ પ્રશંસા કરી, જે પ્રેક્ટિસ અને મેચ દરમિયાન ખેલાડીઓને ફિટ રાખવા માટે મહત્વપૂર્ણ છે. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા, જે છેલ્લી વિજય હજારે ટ્રોફી સીઝનમાં આ મેદાન પર રમ્યો હતો, તે પણ અહીં ફરીથી રમવા માટે એક્સાઈટેડ છે. તેને સ્ટેડિયમના સ્વિમિંગ પૂલ અને પ્રેક્ટિસ એરિયાને હાઈલાઈટ્સ કર્યો.

આ પણ વાંચો: Bangladeshએ ફરી T20 વર્લ્ડકપ માટે કરી વિનંતી! ICCને લખ્યો પત્ર, શું આવશે નિરાકરણ?


  • Follow us on: