ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 ઈન્ટરનેશનલ સિરીઝ 21 જાન્યુઆરીથી શરૂ થવાની છે. આ સિરીઝની પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.


સૂર્યકુમાર યાદવ ટોસ માટે મેદાનમાં ઉતરતાની સાથે જ તેના નામે એક ખાસ રેકોર્ડ જોડાઈ જશે. આ તેના T20 ઈન્ટરનેશનલ કરિયરની 100મી મેચ હશે. તે ભારત માટે 100 T20 મેચ રમનાર ચોથો ખેલાડી બનશે.

સૂર્યકુમાર યાદવનું નામ રોહિત અને વિરાટના ક્લબમાં થશે સામેલ

ભારત માટે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ રમવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેને પોતાના કરિયરમાં ભારત માટે 159 મેચ રમી હતી. વિરાટ કોહલીએ પોતાના કરિયરમાં 125 T20I મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે આ લિસ્ટમાં બીજા નંબરે છે.

હાર્દિક પંડ્યાએ ભારત માટે 124 T20 મેચ રમી છે અને જો તે આગામી મેચમાં રમશે તો તે સૌથી વધુ મેચ રમવાના મામલે વિરાટ કોહલીની બરાબરી કરશે. સૂર્યકુમાર યાદવનું નામ હવે આ લિસ્ટમાં ઉમેરાશે. તે ભારત માટે 100 T20I મેચ રમનાર ચોથો ખેલાડી બનશે અને રોહિત અને વિરાટના આ ખાસ ક્લબમાં જોડાશે.

સૂર્યકુમાર યાદવ T20 ફોર્મેટમાં 400 છગ્ગા પૂરા કરી શકે છે

જો સૂર્યકુમાર યાદવ આ સિરીઝમાં પાંચ છગ્ગા ફટકારવામાં સફળ થાય છે, તો તે T20 ફોર્મેટમાં 400 છગ્ગા પૂર્ણ કરશે. હાલમાં સૂર્યકુમારે તેના T20 કરિયરમાં 346 મેચની 320 ઈનિંગમાં 395 છગ્ગા ફટકાર્યા છે. જો તે આ સિરીઝમાં 5 છગ્ગા ફટકારવામાં સફળ થાય છે, તો તે T20 ક્રિકેટમાં 400 કે તેથી વધુ છગ્ગા મારનાર ત્રીજો ભારતીય ક્રિકેટર બનશે. રોહિત શર્મા 547 છગ્ગા સાથે આ લિસ્ટમાં પહેલા સ્થાને છે. વિરાટ કોહલી 435 છગ્ગા સાથે બીજા સ્થાને છે.

ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવનું T20 ઈન્ટરનેશનલ મેચોમાં પ્રદર્શન તાજેતરમાં ખાસ પ્રભાવશાળી રહ્યું નથી. તેને 2025 માં વધારે રન બનાવ્યા નથી. ગયા વર્ષે તેને 21 T20 મેચ રમી હતી અને 13.62ની એવરેજથી ફક્ત 218 રન બનાવ્યા હતા. ગયા વર્ષે તેને એક પણ સદી કે અડધી સદી ફટકારી ન હતી. તેથી તે આગામી T20 વર્લ્ડકપ પહેલા પોતાનું ફોર્મ સુધારવા અને આમાં મોટી ઈનિંગ રમવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો: Team Indiaની હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે કર્યો મોટો ખુલાસો

  • Follow us on: