વર્લ્ડકપ 2024 જીત્યા બાદ રોહિત શર્માએ T20માંથી નિવૃત્તિ જાહેર કર્યા પછી સૂર્યકુમાર યાદવને આગામી કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે અને વિદેશમાં સારું પ્રદર્શન કર્યું છે, મેદાન પર સંપૂર્ણપણે આક્રમક અભિગમ દર્શાવ્યો છે.
આગામી T20 વર્લ્ડકપ 2026 પહેલા ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે પાંચ મેચની T20 સિરીઝ રમી હતી, જેમાં તે 4-1થી જીતી હતી. અંતિમ મેચમાં 46 રનથી જીત સાથે ટીમ ઈન્ડિયાએ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આ લિસ્ટમાં પાછળ છોડી દીધો હતો.
સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ 21મી વખત સ્કોરનો બચાવ કર્યો
આજકાલ કોઈપણ ટીમ માટે T20 ફોર્મેટમાં સ્કોરનો બચાવ કરવો સરળ કાર્ય નથી, બોલરો પર પણ ભારે દબાણ હોય છે. ટાર્ગેટનો પીછો કરવામાં હંમેશા ઉત્તમ માનવામાં આવતી ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ 27 T20 ઈન્ટરનેશનલ મેચોમાંથી 21 મેચોમાં સફળતાપૂર્વક સ્કોરનો બચાવ કર્યો છે. આ સાથે સૂર્યકુમાર યાદવે હવે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ સ્કોર ડિફેન્ડ કરવાના મામલે એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે કુલ સ્કોર ડિફેન્ડ કરતા 20 વખત જીત મેળવી હતી. ભારતને 27 વખત જીત અપાવનાર રોહિત શર્મા પણ આ લિસ્ટમાં ટોપ પર છે.
T20I મેચોમાં સ્કોર બચાવતી વખતે સૌથી વધુ જીત મેળવનારા કેપ્ટનો
રોહિત શર્મા - 27 જીત
કેન વિલિયમસન - 27 જીત
અસગર અફઘાન - 25 જીત
સૂર્યકુમાર યાદવ - 21 જીત
એમએસ ધોની - 20 જીત
સૂર્યા પ્લેયર ઓફ ધ સિરીઝ જીતવાની દ્રષ્ટિએ બીજા સ્થાને પહોંચ્યો
સૂર્યકુમાર યાદવ T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતવાના સંદર્ભમાં સંયુક્ત બીજા સ્થાને પહોંચી ગયો છે. સૂર્યકુમાર યાદવને ન્યુઝીલેન્ડ સામેની 5 મેચની સિરીઝમાં શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, જે તેને તેના કારકિર્દીમાં છઠ્ઠી વખત જીત્યો છે. આ સાથે સૂર્યા હવે શ્રીલંકાના વાનિન્દુ હસરંગા સાથે સંયુક્ત બીજા સ્થાને પહોંચી ગયો છે. આ લિસ્ટમાં વિરાટ કોહલીનું નામ ટોપ પર છે, જેને T20 ઈન્ટરનેશનલ મેચોમાં 7 વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો છે.
આ પણ વાંચો: WPL 2026 Playoff: મુંબઈ ઈન્ડિયન્સ પાસે હજુ પણ એલિમિનેટર સુધી પહોંચવાની તક, જાણો કેવી રીતે