અભિષેક શર્મા T20 વર્લ્ડકપ 2026ની શરૂઆતની મેચોમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો, તે સતત હેટ્રિક અને ડક પર આઉટ થયો હતો. પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરે તેના પર વિશ્વાસ દર્શાવવાનું ચાલુ રાખ્યું અને ફાઈનલ સુધી તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો. ગૌતમ ગંભીર, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ પણ મુશ્કેલ સમયમાં તેને ચોક્કસ સલાહ આપી હતી.


અભિષેક શર્માને મળી ખાસ સલાહ

અભિષેક શર્માને તેની ખરાબ બેટિંગને કારણે સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ કરવામાં આવ્યો હતો. અભિષેક શર્માએ એક ઈન્ટરવ્યુમાં એક મહત્વપૂર્ણ ખુલાસો કરતા કહ્યું કે "તમને ધીમે ધીમે તેની આદત પડી જાય છે. પરંતુ ટીકા થવી ખરાબ લાગે છે."

ભારતમાં આ સામાન્ય છે કારણ કે લોકોને ઘણી અપેક્ષાઓ હોય છે. 3 વખત શૂન્ય પર આઉટ થયા પછી, સૂર્યા, જીજી સર અને હાર્દિક પંડ્યા મારી પાસે આવ્યા અને કહ્યું કે 'ફોન પકડી રાખો, હમણાં જ સોશિયલ મીડિયા ડિલીટ કરો.'

તેને આગળ કહ્યું કે "મારા બીજા ડક પછી મેં આ પહેલું કામ કર્યું. તેનાથી મને થોડી મદદ મળી. મને લોકો તરફથી ઘણા સૂચનો અને કોમેન્ટ મળી રહી હતી. એ જ એક ક્રિકેટરનું જીવન છે. તમારે સાંભળવું પડે છે, અને તમારી ટીકા થશે. તમે ફક્ત સાંભળી શકો છો અને તેને અવગણી શકો છો." અભિષેક માને છે કે ખરાબ રમત પછી ટીકા કંઈ નવી નથી. ભારતમાં ક્રિકેટને પ્રેમ કરવામાં આવે છે, તેથી જ્યારે તમે ખરાબ રમો છો ત્યારે લોકો ટીકા કરે છે.

ફાઈનલમાં ફટકારી યાદગાર અડધી સદી

સતત નિષ્ફળતાઓ પછી અભિષેક શર્માએ સુપર 8માં ઝિમ્બાબ્વે સામે 55 રન બનાવ્યા. તેને ન્યુઝીલેન્ડ સામેની ફાઈનલમાં પણ 52 રન બનાવ્યા. ભારતે પહેલા બેટિંગ કરીને 255 રન બનાવ્યા, ન્યુઝીલેન્ડ 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારતે ટાઈટલ મેચ 96 રનથી જીતી લીધી.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!

  • Follow us on: