T20 વર્લ્ડકપ 2026 શરૂ થઈ ગયો છે. ભારત અને USA વચ્ચેની મેચ 7 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં USA બોલરોએ પાવર પ્લેમાં ધૂમ મચાવી. 38 વર્ષના બોલર શેડલી વાન શાલ્કવિકે શાનદાર પ્રદર્શન કર્યું. તેને પાવર પ્લેમાં ભારતીય બેટ્સમેનોને હેરાન કરી દીધા.


38 વર્ષના બોલરે મચાવી ધૂમ

38 વર્ષના શેડલી વાન શાલ્કવિકે પાવર પ્લેમાં ધૂમ મચાવી દીધી. તેને છઠ્ઠી ઓવરમાં 3 ભારતીય સ્ટાર્સને આઉટ કર્યા. તેને 5.2 ઓવરમાં ઈશાન કિશનને પેવેલિયનમાં પરત મોકલ્યો. ત્યારબાદ 5.5 ઓવરમાં શેડલીએ તિલક વર્માને આઉટ કર્યો. તેમે ઓવરના છેલ્લા બોલ પર શિવમ દુબેને પણ આઉટ કર્યો. આમ તેને છઠ્ઠી ઓવરમાં 3 ભારતીય બેટ્સમેનોને આઉટ કર્યા. શેડલી વાન શાલ્કવિકે પોતાની બોલિંગથી ભારતીય બેટ્સમેનોને મૂંઝવણમાં મૂકી દીધા. ભારતે માત્ર 6 ઓવરમાં 4 વિકેટ ગુમાવી દીધી.

4 મોટા સ્ટાર ખેલાડીઓ નિષ્ફળ ગયા

આ મેચમાં ભારતના ચાર મોટા સ્ટાર ખેલાડીઓ નિષ્ફળ ગયા. ભારતને પહેલો ઝટકો અભિષેક શર્માના રૂપમાં લાગ્યો, જે ગોલ્ડન ડક પર આઉટ થયો. ત્યારબાદ ઈશાન કિશન 16 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો. આ દરમિયાન તિલક વર્માએ 16 બોલમાં 25 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા. વધુમાં ભારતને ચોથો ઝટકો શિવમ દુબેના રૂપમાં લાગ્યો અને પાવર પ્લેમાં ટીમ ઈન્ડિયા ફક્ત 46 રન જ બનાવી શક્યો.


ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.

USAની પ્લેઈંગ ઈલેવન

સૈતેજા મુક્કામલ્લા, એન્ડ્રીસ ગાઉસ (વિકેટકીપર), મોનાંક પટેલ (કેપ્ટન), મિલિંદ કુમાર, સંજય કૃષ્ણમૂર્તિ, હરમીત સિંહ, શુભમ રંજને, મોહમ્મદ મોહસીન, શૈડલી વાન શલ્કવિક, સૌરભ નેત્રવલકર, અલી ખાન.

આ પણ વાંચો: ICC સામે ઝૂક્યું પાકિસ્તાન, ભારત સાથે T20 વર્લ્ડકપ મેચને લઈને બદલ્યું વલણ, PCB વાતચીત માટે થયું સંમત


 

  • Follow us on: