ઈશાન કિશને T20 વર્લ્ડકપ 2026ની 27મી લીગ મેચમાં પાકિસ્તાન સામે શાનદાર ઈનિંગ રમી હતી, જેમાં તેને 40 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા. ઈશાનની ઈનિંગે ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટુર્નામેન્ટ વચ્ચે ઈશાન કિશનના લગ્નના સમાચાર સામે આવ્યા છે.


ભારતના લેફ્ટ હેન્ડના વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશનના દાદા અનુરાગ પાંડેએ તેમના પૌત્રના લગ્ન અંગે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ઈશાનના દાદાએ શેર કર્યું છે કે તેમના પૌત્રને મોડેલ અદિતિ હુંડિયા પર ક્રશ છે. તેમને એમ પણ કહ્યું કે ઈશાન અને અદિતિ T20 વર્લ્ડકપ 2026 પછી ટૂંક સમયમાં લગ્ન કરી રહ્યા છે.

કોણ છે અદિતિ હુંડિયા?

અદિતિ હુંડિયા રાજસ્થાનના જયપુરની રહેવાસી છે. તેને મોડેલિંગમાં પોતાનું નામ બનાવ્યું છે. મોડેલિંગ સિવાય અદિતિએ "લેબલ અદિતિ હુંડિયા" નામની પોતાની ફેશન બ્રાન્ડ પણ બનાવી છે. અદિતિના પિતા જયપુરના એક બિઝનેસમેન હોવાનું કહેવાય છે. તેના પિતાના પગલે ચાલીને તેણે વ્યવસાયિક દુનિયામાં પ્રવેશ કર્યો.


મોડેલિંગ ક્ષેત્રે કમાયું છે ઘણું નામ

તમને જણાવી દઈએ કે અદિતિએ 2016 માં તેની મોડેલિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે પછીના વર્ષે 2017 માં તેણીએ "fbb કલર્સ ફેમિના મિસ ઈન્ડિયા રાજસ્થાન" નો ખિતાબ જીત્યો. ત્યારબાદ 2018 માં અદિતિએ "મિસ દિવા સુપ્રાનેશનલ" નો ખિતાબ જીત્યો.

સોશિયલ મીડિયા પર છે ખૂબ એક્ટિવ

અદિતિ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 2,70,000 થી વધુ લોકો ફોલોઅર્સ કરે છે. તે વારંવાર તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરે છે. તમને જણાવી દઈએ કે ઈશાન કિશનનું નામ પણ અદિતિના ફોલોઈંગ લિસ્ટમાં છે. અદિતિનું નામ ઈશાન કિશનના ઈન્સ્ટાગ્રામ ફોલોઈંગ લિસ્ટમાં પણ છે.

આ પણ વાંચો: Nepalએ પાકિસ્તાનને છોડ્યું પાછળ, T20 વર્લ્ડકપમાં સર્જાયો મોટો અપસેટ

  • Follow us on: