ICC T20 વર્લ્ડકપ 2026માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને નેપાળ વચ્ચે મેચ રમાઈ હતી. એક સમયે નેપાળની ટીમે મેચને રોમાંચક બનાવી દીધી હતી અને તેમને છેલ્લી ઓવરમાં જીતવા માટે ફક્ત 10 રન બનાવવાના હતા, પરંતુ તેઓ ફક્ત 5 રન જ બનાવી શક્યા હતા અને નેપાળને 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.


નેપાળની ટીમે બોલિંગ અને બેટિંગમાં ઈંગ્લેન્ડ સામે જે રીતે પ્રદર્શન કર્યું હતું, તેને ચોક્કસપણે બધાનું દિલ જીતી લીધું હતું, જેમાં ક્રિકેટ જગતના મહાન ખેલાડીઓએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમની રમતની પ્રશંસા કરી છે. આ દરમિયાન દિગ્ગજ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને નેપાળ ટીમને એક મોટી ઓફર પણ કરી હતી.

તમે છેલ્લા બોલ સુધી લડ્યા: યુવરાજ સિંહ

ભૂતપૂર્વ ભારતીય ખેલાડી યુવરાજ સિંહે ઈંગ્લેન્ડ સામેની મેચમાં નેપાળ ટીમના પ્રદર્શનની પ્રશંસા કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી, "નેપાળ પ્રત્યે ખૂબ સન્માન. નેપાળે વિશ્વની બેસ્ટ ટીમોમાંની એકનો સામનો કર્યો. તમે છેલ્લા બોલ સુધી લડ્યા અને બતાવ્યું કે વિશ્વાસ અને હિંમત શું કરી શકે છે! આ રીતે ટીમો પ્રગતિ કરે છે અને આ રીતે ચેમ્પિયન બને છે. સમગ્ર ક્રિકેટ જગત તમને જોઈ રહ્યું છે!"




યુવરાજ સિવાય ભૂતપૂર્વ ભારતીય ખેલાડી રવિચંદ્રન અશ્વિને પણ સોશિયલ મીડિયા પર નેપાળ ટીમની પ્રશંસા કરતા લખ્યું છે કે "નેપાળ તરફથી અદ્ભુત પ્રદર્શન. નેપાળ ચોક્કસપણે ઉભરતા ક્રિકેટ રાષ્ટ્રોમાંનો એક છે, જેના ખેલાડીઓમાં અપાર ક્ષમતા અને ભવિષ્યની સંભાવનાઓ છે."


ડેલ સ્ટેને નેપાળ ટીમને મોટી ઓફર કરી

અનુભવી ફાસ્ટ બોલર ડેલ સ્ટેન પણ નેપાળ ટીમના પ્રદર્શનથી પ્રભાવિત થયા હતા, તેમને પોતાની સેવાઓને નોંધપાત્ર ઓફર સાથે પ્રદાન કરવાની તૈયારી દર્શાવી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા સ્ટેને લખ્યું છે કે "નેપાળ, જો તમને ક્યારેય મારી સેવાઓની જરૂર હોય, તો હું અહીં છું! તમે અહીંથી આગળ જશો."

આ પણ વાંચો: Pakistanની શાન આવી ઠેકાણે, ભારત સામે રમશે મેચ! શ્રીલંકાના આગ્રહ પર PCB સરકાર સાથે કરશે વાત

  • Follow us on: