T20 વર્લ્ડકપ 2026માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત ગ્રુપ Aમાં યુએસએ ટીમ સામે પોતાની પહેલી મેચ રમી રહ્યું છે, જેમાં બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ. આ મેચમાં જ્યાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવના બેટથી 84 રનની શાનદાર અણનમ ઈનિંગ રમી, ત્યાં યુએસએના બોલર સૌરભ નેત્રાવલકરે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો.


આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે સૌરભને એટલો બધો હેરાન કર્યો કે તે હવે T20 વર્લ્ડકપના ઈતિહાસમાં મેચમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે.

સૌરભે 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ભારત સામેની મેચમાં સૌરભ નેત્રાવલકરે બોલિંગમાં થોડી સારી શરૂઆત કરી હતી, તેને પોતાની પહેલી 2 ઓવરમાં 23 રન આપ્યા હતા. ત્યારબાદ તેને પોતાની ત્રીજી ઓવરમાં 21 રન આપ્યા હતા, જેનાથી તેનો કુલ સ્કોર 3 ઓવરમાં 44 રન થયો. સૌરભને ઈનિંગની છેલ્લી ઓવર બોલિંગ કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી, જેમાં તેને ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવનો સામનો કર્યો હતો, જેને તે ઓવરમાં 21 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા, જેનાથી તેને 4 ઓવરમાં કુલ 65 રન આપ્યા હતા.

આ સાથે સૌરભ હવે T20 વર્લ્ડકપના ઈતિહાસમાં એક જ મેચમાં સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ ધરાવે છે, જે અગાઉ શ્રીલંકાના ભૂતપૂર્વ ખેલાડી સનથ જયસૂર્યાના નામે હતો, જેને 2007ના T20 વર્લ્ડકપ મેચમાં પાકિસ્તાન સામે 4 ઓવરમાં 64 રન આપ્યા હતા.

T20 વર્લ્ડકપ મેચમાં સૌથી વધુ રન આપનારા ખેલાડીઓ

સૌરભ નેત્રાવલકર (યુએસએ) – 65 રન વિ ભારત (2026)

સનથ જયસૂર્યા (શ્રીલંકા) – 64 રન વિ પાકિસ્તાન (2007)

મશરફે મોર્તઝા (બાંગ્લાદેશ) – 63 રન વિ પાકિસ્તાન(2014)

લેમેક ઓન્યાન્ગો (કેન્યા) – 61 રન વિ શ્રીલંકા (2007)

સ્ટુઅર્ટ બ્રોડ (ઈંગ્લેન્ડ) – 60 રન વિ ભારત (2007)

મિચેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા) – 60 રન વિ ન્યુઝીલેન્ડ (2014)

સૂર્યકુમાર યાદવ સિવાય અન્ય કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યો નહીં

T20 વર્લ્ડકપ 2026 ની યુએસએ સામેની પહેલી મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ સિવાય ટીમ ઈન્ડિયાનો કોઈ પણ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યો નહીં. સૂર્યાએ 84 રનની અણનમ ઈનિંગ રમી હતી, જ્યારે ભારતીય ટીમ માટે બીજો સૌથી વધુ સ્કોર 25 રન હતો, જે તિલક વર્માએ બનાવ્યો હતો. આગામી મેચો પહેલા ટીમ ઈન્ડિયા માટે આ ચોક્કસપણે ચેતવણીનો સંકેત છે.

આ પણ વાંચો: ICC સામે ઝૂક્યું પાકિસ્તાન, ભારત સાથે T20 વર્લ્ડકપ મેચને લઈને બદલ્યું વલણ, PCB વાતચીત માટે થયું સંમત



  • Follow us on: