ICC T20 વર્લ્ડકપ 2026 શરૂ થઈ ગયો છે અને આ વખતે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે ટૂર્નામેન્ટ દરમિયાન ઘણા મોટા રેકોર્ડ બનશે અને તૂટશે. 7 ફેબ્રુઆરીના રોજ દિવસની બીજી મેચમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું, જેમાં વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ રમી રહ્યું હતું.
બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને પહેલા બેટિંગ કરવાની તક મળી, જેમાં તેઓ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 182 રન બનાવવામાં સફળ રહ્યા, જેમાં શિમરોન હેટમાયર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, જેને 64 રનની ઈનિંગથી ક્રિસ ગેલનો મોટો રેકોર્ડ તોડ્યો.
શિમરોન હેટમાયરે 22 બોલમાં ફટકારી અડધી સદી
બે વાર T20 વર્લ્ડકપ જીતી ચૂકેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ વખતે ટાઈટલની દોડમાં છે પરંતુ છેલ્લા બે વર્ષમાં ટીમનું નબળું પ્રદર્શન છે. પરંતુ સ્કોટલેન્ડ સામેની મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતી વખતે ચોક્કસપણે વધુ સારું પ્રદર્શન કર્યું. આ મેચમાં હેટમાયરની ઈનિંગ શાનદાર રહી, તેને 36 બોલમાં 64 રન બનાવીને માત્ર 22 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી.
આ સાથે શિમરોન હેટમાયર હવે T20 વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી ઓછા બોલમાં ફિફ્ટી પૂરી કરનાર વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો, જેને 2009 ના T20 વર્લ્ડકપ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 23 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી.
હેટમાયર સિવાય અન્ય બેટરનું નિરાશાજનક પ્રદર્શન
શિમરોન હેટમાયર સિવાય સ્કોટલેન્ડ સામેની મેચમાં વેસ્ટ ઈન્ડિઝના અન્ય કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા નહીં. બ્રાન્ડન કિંગ ફક્ત 35 રન બનાવી શક્યો, જ્યારે શાઈ હોપ ફક્ત 19 રન બનાવી શક્યો. પરિણામે ટુર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝની આગળની સફર સરળ લાગતી નથી. પરંતુ અંતિમ ઓવરોમાં બેટિંગ કરવા આવેલા શેરફેન રધરફોર્ડે 13 બોલમાં 26 રન બનાવ્યા.
આ પણ વાંચો: ICC સામે ઝૂક્યું પાકિસ્તાન, ભારત સાથે T20 વર્લ્ડકપ મેચને લઈને બદલ્યું વલણ, PCB વાતચીત માટે થયું સંમત