T20 વર્લ્ડકપ 2026માં ભારતીય ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ ટીમ સામે ગ્રુપ A સ્ટેજની છેલ્લી મેચ રમી રહી છે. આ મેચમાં ટોસ જીતીને ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા.
ઓલરાઉન્ડર શિવમ દુબેએ ભારતીય ટીમને આ સ્કોર સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં તેના બેટમાંથી 31 બોલમાં 66 રનની ઈનિંગ જોવા મળી હતી. શિવમ દુબેએ આ ઈનિંગના આધારે એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો, જેમાં તેને તેના સાથી ખેલાડી હાર્દિક પંડ્યાને પાછળ છોડી દીધો.
શિવમ દુબેએ આ મામલે હાર્દિક પંડ્યાને પાછળ છોડી દીધો
નેધરલેન્ડ્સ સામેની મેચમાં શિવમ દુબે જ્યારે બેટિંગ કરવા માટે ઉતર્યો ત્યારે ટીમ ઈન્ડિયાએ 69 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. શિવમ દુબેએ શરૂઆતમાં પોતાનો સમય લીધો અને પછી કેટલાક મોટા શોટ રમ્યા. આ મેચમાં દુબેએ માત્ર 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.
પોતાની ઈનિંગમાં 63 રનનો આંકડો પાર કરતાની સાથે જ તે T20 વર્લ્ડકપના ઈતિહાસમાં 5મા કે તેથી ઓછા નંબર પર બેટિંગ કરીને ભારત માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોરર બની ગયો. શિવમ દુબેએ હાર્દિક પંડ્યાને પાછળ છોડી દીધો, જેની પાસે આ રેકોર્ડ હતો. હાર્દિકે 2022માં ઈંગ્લેન્ડ સામેની T20 વર્લ્ડકપ મેચમાં 63 રન બનાવ્યા હતા.
T20 વર્લ્ડકપમાં 5મા કે તેથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર ધરાવતા ભારતીય ખેલાડીઓ
શિવમ દુબે - 66 રન (વિ નેધરલેન્ડ્સ, 2026)
હાર્દિક પંડ્યા - 63 રન (વિ ઈંગ્લેન્ડ, 2022)
યુવરાજ સિંહ - 58 રન (વિ ઈંગ્લેન્ડ, 2007)
હાર્દિક પંડ્યા - 52 રન (વિ નામિબિયા, 2026)
અક્ષર પટેલ - 47 રન (વિ સાઉથ આફ્રિકા, 2024)
શિવમ દુબેએ T20 વર્લ્ડકપ 2026માં અત્યાર સુધીમાં બેટથી પોતાની ફરજો પ્રશંસનીય રીતે નિભાવી છે, ફિનિશર અને મિડલ-ઓર્ડર બેટ્સમેન બંનેમાં પોતાને પારંગત સાબિત કર્યા છે. શિવમ દુબેએ આ T20 વર્લ્ડકપમાં 4 મેચ રમી છે, જેમાં 29 ની એવરેજથી 116 રન બનાવ્યા છે, જેમાં 1 અડધી સદી અને 178.46 ના સ્ટ્રાઈક રેટ છે. તેને 8 ચોગ્ગા અને 8 છગ્ગા પણ ફટકાર્યા છે.
આ પણ વાંચો: Nepalએ પાકિસ્તાનને છોડ્યું પાછળ, T20 વર્લ્ડકપમાં સર્જાયો મોટો અપસેટ